ઝી મીડિયા, ગાંધીનગર: મધ્ય પ્રદેશમાં હાલ ખુબ જ રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે પરંતુ ગુજરાતમાં પણ કઈ ઓછી નથી. કોંગ્રેસના નેતા અને બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરના એક નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે જેના પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે વળતો પ્રહાર કર્યો. ભરત ઠાકોરે કહ્યું હતું કે ભાજપમાં વિખવાદ છે. નીતિન પટેલ 15 ધારાસભ્ય લઈને અમારી સાથે આવે અને મુખ્યમંત્રી બને. આ નિવેદન બાદ નીતિન પટેલે કહ્યું કે ભાજપ મારા લોહીમાં છે. કોઈ સત્તા લાલસા મારા જીવનને અડી શકે નથી. ભૂતકાળમાં આ પ્રયોગ થઈ ચૂક્યો છે. સિક્કાની એક બાજુ ભાજપ અને બીજી બાજુ હું છું. મને રાજપામાં લઈ જવાનો પ્રયાસ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરત ઠાકોરના નિવેદન પર જડબાતોડ જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે 64 વર્ષે પણ હું ભાજપમાં છું. ભાજપ અને જનસંઘ સિવાય કોઈનો વિચાર મે કર્યો નથી. કોંગ્રેસના નેતાઓ ગમે તે નિવેદન કરે તે સત્તા લાલસુ છે. હું તેમની જેમ સત્તા લાલસુ નથી. તેમણે કોંગ્રેસના નેતાઓને ચેતવણી આપતા કહ્યું કે તમારું જે થવું હોય તે થાય. પ્રજામાં ભ્રમ ફેલાવવા માટે મારા નામનો ઉલ્લેખ ના કરે. મારા નામ સાથે ભરત ઠાકોરે જે નિવેદન કર્યું તે માટે સંદેશ આપું છું કે ભાજપમાં મારૂ જીવન છે. 


વધુ વિગતો માટે જુઓ video


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube