ઝી મીડિયા/બ્યૂરો :જ્યારે ગુજરાતમાં સીએમ પદ (gujarat cm) ના દાવેદારીનો માહોલ ગરમાય છે ત્યારે ત્યારે નીતિન પટેલનું નામ ટોપ પર હોય છે. પરંતુ હંમેશા નીતિન પટેલનું નસીબ એક ડગલુ પાછળ જતુ રહે છે. અગાઉ બે વાર નીતિન પટેલના નામ સીએમ પદ માટે આગળ આવ્યું છે. પરંતુ બંને વખત તેઓ ચૂકી ગયા છે. આવામાં આ વખતે નીતિન પટેલ (Nitin Patel) ના સીએમ બનવાના ચાન્સ કેટલા છે. શુ તેમને સીએમ પદની લોટરી લાગશે કે પછી પત્તુ કપાશે. જોકે, હાલ સૂત્રોના કહેવા અનુસાર, નીતિન પટેલનું નાયબ મુખ્યમંત્રી તરીકેનું પત્તુ પણ કપાવી શકાય તેવી શક્યતા દેખાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani Resigns) બાદ મોડી રાત્રે તેમના સમગ્ર મંત્રીમંડળનું રાજીનામુ આચાર્ય દેવવ્રતે સ્વીકાર્યું હતું. તેના બાદ અનેક મંત્રીઓના પત્તા કપાઈ શકે છે. જેમાં ખુદ નાયબ મુખ્યમંત્રીનું પણ પત્તુ કપાઈ શકે તેવી શક્યતા છે. કેબિનેટમાં નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. એક જોતા 50 ટકા મંત્રીઓ પર કાતર ફેરવાશે તેવુ કહેવાઈ રહ્યું છે. 


આ પણ વાંચો : ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે? શું આ નામ CM પદ માટે હુકમનો એક્કો સાબિત થશે?


આ કારણોથી નીતિન પટેલનું પત્તુ કપાઈ શકે છે
જો પાટીદાર મુખ્યમંત્રી બને અને બીજી બાજુ નીતિન પટેલને આ સ્થાન ન મળે તો નાયબ મુખ્યમંત્રી તરીકે તેમને પણ અલવિદા કહેવામાં આવી શકે છે. જેનુ મોટુ કારણ કોરોનાકાળમાં સરકારની નિષ્ફળતા હોઈ શકે છે. કોરોનાની બીજી લહેરમાં સરકાર પર જે રીતે માછલા ધોવાયા છે, તેમાં નીતિન પટેલ આરોગ્ય મંત્રી હતા. ક્યાંક આરોગ્ય મંત્રીની તરીકેની તેમની પણ નિષ્ફળતા કહી શકાય છે. આવામાં નીતિન પટેલનું પત્તુ કપાઈ શકે તેવી શક્યતાઓ જોરદાર છે. 


આ પણ વાંચો : ‘નિષ્ફળતા છુપાવવા રિમોટ કંટ્રોલથી ચાલતા વિજયભાઈનું રાજીનામું લેવાયું...’ વિજય રૂપાણીની વિદાય પર વિપક્ષનો વાર


નીતિન પટેલ ત્રીજીવાર ચર્ચામાં આવ્યા
આવુ પહેલીવાર નથી થયુ કે નીતિન પટેલ સીએમ પદની રેસમાં આવ્યા હોય. નરેન્દ્ર મોદી દિલ્હી ગયા બાદ જ્યારે જ્યારે ગુજરાતમાં નવા મુખ્યમંત્રીની પસંદગીની વાત આવી ત્યારે ત્યારે નીતિન પટેલનું નામ ઉછળ્યું છે. અગાઉ બે વર્ષ તે સીએમ પદના રેસમાં આવી ચૂક્યા છે. 2014 માં નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે નીતિન પટેલનું પત્તુ કાપીને આનંદીબેનનુ નામ આગળ કર્યુ હતું. તેના બાદ પાટીદારા આંદોલન પછી જ્યારે નવા મુખ્યમંત્રીની વાત આવી ત્યારે અમિત શાહે નીતિન પટેલનુ પત્તુ કાપીને વિજય રૂપાણીને આગળ કર્યા. ત્યારે હવે નીતિન પટેલનું ભવિષ્ય કઈ દિશામાં જશે તે તો થોડા કલાકોમાં જ ખબર પડી જશે.