તેજસ દવે/ આશ્કા જાની/ મહેસાણા: પૂર્વ નાયબ મુખ્યમંત્રી આજે કડી ખાતે પહોંચ્યા હતા. ત્યારે કડી ખાતે ભાગ્યોદય હોસ્પિટલમાં નીતિન પટેલે સર્વ રોગ નિદાન કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કે, કડી ખાતે નીતિન પટેલનું ભવ્ય સ્વાગત કરાયું અને ત્યારબાદ ભવ્ય રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, કડીની જનતા મારી સાથે જ રહી છે. મેં તેમને દરેક પ્રકારની સહાય અપાવી છે તેનું ઋણ ચુકવતા હોય તે રીતે કડીની પ્રજા મને આવકારી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતિન પટેલે જણાવ્યું હતું કે, નવા આરોગ્ય મંત્રી સમક્ષ કોરોનાનો પડકાર રહ્યો નથી. અમારી સરકાર સામે તે હતો. ફાળવેલા બજેટનો ઉપયોગ કરવાનો છે. મહેસાણા સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગ નવી બનાવવા માટે 85 કરોડ ફાળવાયા છે. તેનો પ્લાન તૈયાર થઈ ગયો છે. નવું 7 થી 8 માળની મંજૂરી મળી ગઈ છે માટે હવે કોઈએ કંઇ કરવાનું નથી અને હું પણ તેનું ધ્યાન રાખીશ અને આરોગ્ય મંત્રી પણ મહેસાણાના છે તો તેઓ પણ ધ્યાન રાખશે.


ગુજરાતની આ છે હરતીફરતી સરકારી શાળા, અંગ્રેજી માધ્યમમાં ભણતા હોવાનો બાળકોને કરાવે છે એહસાસ


નિતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હું હિમાલય ચડીને આવ્યો હોઉં તેવું સન્માન કર્યું. હજુ હિમાલય સર કરવાનો બાકી છે. હજારો લોકોએ ઉમળકા ભેર સન્માન કર્યું. મને જુના દિવસ યાદ આવી ગયા. ટૂંકા સમયગાળામાં આટલું કર્યું એનો મને આનંદ છે. કામ એવા લોકોનું કર્યું જે ભૂલતા નથી. અમને નગુણા લોકો બી મળ્યા જે કામ કરાવી ગયા અને પછી ઓળખતા ના હોય એવું વર્તન કરે છે. મહેસાણા અને કડીમાં એવા લોકો છે જે ક્યારેય ભૂલ્યા નથી.


કડી સીટ અનામત થઈ એટલે મારા કરતાં વધારે પ્રેમ કરશન ભાઈને આપ્યો છે. ભાજપનું નામ અને કામ મોદી સાહેબ પર લોકોનો વિશ્વાસ વધ્યો. આપણી સરકારમાં પણ મને સારું સ્થાન મળ્યું. મૂળ માનવ સેવા આપણા સંસ્કારમાં છે. રાજકારણમાં આ બધું ચાલવાનું પણ આપડે સેવા કરે જવાની છે. મારા આ જન્મદિવસે કોરોના હોવા છતાં 1700 લોકોએ રક્તદાન કર્યું હતું. ભાજપ જુદી જુદી રીતે માનવ સેવા કરે છે.


નવસારી કસ્ટોડીયલ ડેથ મામલે આદિવાસીઓનું ધરણાં પ્રદર્શન, ધારાસભ્ય અનંત પટેલને કરાયા નજર કેદ


કોરોનામાં પણ ટિફિન સેવા લોકોને પોહચડી છે. હજારો લોકોને જમવાનું સેવાભાવી સંસ્થાઓએ પોહચાડ્યું છે. સરકારે સેવાભાવી સંસ્થાઓને સેવા કરવા આગળ આવવા કહ્યું છે. ઓક્સિજન અને પથરીઓની તકલીફ હતી તે સમયે બહાર થઈ ઓક્સિજન લાવ્યા હતા. દુબઇથી ઓક્સિજન ભેટ મળ્યું એટલે આપણું ગુજરાત બચ્યું છે. સ્કૂલ કોલેજો હવે ખુલી ગઈ છે. કડીમાં 1500 ટ્રકો છે અને 6 હજાર લોકો એમાંથી રોજગારી મેળવે છે. કોરોનામાં બધું બંધ હતું એટલે તકલીફ પડી પણ હવે બધુંસરુ થઈ ગયું છે.


નાના લારીઓ નાના રોજગારવાળાને કડી નાગરિક બેન્કને લોન આપવા કહ્યું હતું. એમ લોકોનું ગુજરાન ચાલ્યું છે. વરસાદ ખેંચાયો ત્યારે તળાવો ભરવા મેં મંજૂરી આપી હતી. 8 કલાકથી વધારીને 10 કલાક પાવર  વધાર્યો છે. 5 હજાર કરોડનો ખર્ચ કોરોનામાં થયો છે. રેમડેસીવીરમાં કોઈ દિવસ તકલીફ નથી પાડવા દીધી. બીજે ભલે તકલીફ પડી હોય કડીમાં કોઈ તકલીફ નથી પડવા દીધી. એક ફોનથી હજુ બી કામ પતિ જવાનું છે.


રાજ્યના 115 તાલુકામાં નોંધાયો વરસાદ, હવામાન વિભાગની આગાહી વચ્ચે હજુ પણ 20 ટકા વરસાદની ઘટ


બધા પક્ષના જ માણસો છે ચિંતા ન કર્તા બધા આપડા જ માણસો છે. હું ઈશારો કરું તો બીજું કોઈ ઈશારો ના કરે તો કામ પતિ જ જવાનું છે. રાજ્યમાં ઘણી નગરપાલિકા છે કે લાઈટ બિલ કે પાણી બિલ પણ ભરી શક્તિ નથી પણ આપણી મહેસાણા અને કડીની નગરપાલિકા છે જે સારી રીતે કામ કરી રહી છે. મહેસાણા જિલ્લો લેનારો જિલ્લો નથી આપડો જિલ્લો આપનારો જિલ્લો છે. લોઈનું ટીપું આપનારા નઈ પણ બોટલો આપનારા છીએ.


આ ભાજપ સરકાર અધિકારીઓ થઈ ચાલતી સરકાર નથી. અમે અનુભવનો ઉપયોગ કરીએ છીએ. લોકો ખોટી વાતો ફેલાવે છે કે, આ સરકાર અધિકારીઓની સરકાર છે. પણ એ જે પૂછતાં હોયએ આપડે પૂછતાં નથી. પ્રજાનો ફાયદો હોય એ નિર્ણય સરકાર કરે છે અધિકારીઓને પૂછીને નઈ. મોદી સાહેબે ગુજરાતને કોરોનામાં મોટી મદદ કરી છે. દર્દીઓના જીવન બચાવવા મદદ કરી છે. અમિત ભાઈ સાથે વર્ષોનો સબંધ છે.


બરોડા ડેરીનો ફરી વકર્યો વિવાદ, ધારાસભ્ય કેતન ઈનામદારે ફરી એકવાર માંડ્યો મોરચો


મોદી સાહેબ વિશ્વમાં ભારતનું ગૌરવ વધારે છે. તમારી લાગણી દિલ્હી અને કમલમ સુધી પોહચી જશે. હવે હું આવતો રહેવાનો સરકારી કામ ઓછું થયું છે હું ફ્રી થયો છું. તમારો પ્રેમ મેળવવાનો છે અને મેં એ પ્રેમ આજે જોઈ લીધો છે. તમારો ભાવ જોઈ મને આનંદ થયો છે. ભગવાન શક્તિ આપે તો આપણું કડી મેડિકલ કોલેજવાળું શહેર બનશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube