અતુલ તિવારી/અમદાવાદ: ચાઈનામાં કોરોના વાયરસને લઈને હાહાકારની સ્થિતિની બની ચુકી છે. ત્યારે અભ્યાસ અર્થે ચાઈના ગયેલા રાજ્યના વિદ્યાર્થીઓને લઈને રાજ્ય સરકાર ચિંતિત બની છે. રાજ્યના વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવા અંગે વાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોના વાયરસથી સર્જાયેલી સ્થિતિને લઈ માત્ર રાજ્ય સરકાર જ નહીં પરંતુ ભારત સરકાર પણ ખૂબ ચિંતિત બની છે. ચીનથી આવતા તમામ લોકોનું એરપોર્ટ પર જ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. હાલ મળેલા સમાચાર મુજબ ચીનમાં અભ્યાસ કરતા કોઈ પણ ગુજરાતી વિદ્યાર્થીને કોરોના ઇન્ફેક્શન થયું નથી. રાજ્ય સરકાર સતત દેશના વિદેશમંત્રી અને વિદેશ મંત્રાલયના સતત સંપર્કમાં છે. ચીનમાં વસતા જે પણ ભારતીય પાછા આવવા માંગે છે તેમને રાજ્ય અને ભારત સરકાર પરત લાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની સરકારી સ્કૂલોમાં અનોખો પ્રોજેક્ટ, વાંચીને સુધરી જશે દિવસ 
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસનાં કારણે સમગ્ર ચીનમાં તમામ શાળા-યુનિવર્સિટી અને ઉદ્યોગ બંધ છે. શટડાઉન જેવી સ્થિતી છે. અકારણ ચકલુય ફરકતું નથી. જેના કારણે અનેક ગુજરાતીઓ ચીનમાં ફસાયા છે. સૌથી મહત્વનું છે કે, કોરોના વાઇરસને અનુલક્ષીને WHO દ્વારા કોઇ પણ ચીનમાં રહેતા વ્યક્તિને બહાર નહી કાઢવાની ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જો કે તેવી સ્થિતીમાં પણ ગુજરાત અને ભારત સરકાર લોકોને એરલિફ્ટ કરી રહી છે. લોકોમાં પણ ગભરાટ જોવા મળી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube