મને જે સીટની જવાબદારી સોંપાઇ હતી તેમાં ઉમેદવારનો ભવ્ય વિજય થયો: નીતિન પટેલ
રાજ્યની 6 વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ થઇ ચુક્યા છે. મતગણતરી અંતિમ તબક્કામાં છે. ત્યારે ખેરાલુ પેટા ચૂંટણીની સ્થિતી સ્પષ્ટ થઇ ચુકી છે. જ્યાં ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોર 20 હજારથી વધારે મતની લીડથી જીતી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠકની જવાબદારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સોંપવામાં આવી હતી. તેમને આ અંગે પુછવામાં આવતા નીતિન પટેલે ખુશી વ્યક્ત કરી હતી. પટેલે કહ્યું કે, ખેરાલુમાં ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોર વિજય થયો છે. આ ભાજપની પરંપરાગત સીટ છે. આ બેઠકો પર કાર્યકર્તાઓની મહેનત અને પ્રજાના આશીર્વાદ અમને મળ્યા છે.
અમદાવાદ : રાજ્યની 6 વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ થઇ ચુક્યા છે. મતગણતરી અંતિમ તબક્કામાં છે. ત્યારે ખેરાલુ પેટા ચૂંટણીની સ્થિતી સ્પષ્ટ થઇ ચુકી છે. જ્યાં ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોર 20 હજારથી વધારે મતની લીડથી જીતી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠકની જવાબદારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સોંપવામાં આવી હતી. તેમને આ અંગે પુછવામાં આવતા નીતિન પટેલે ખુશી વ્યક્ત કરી હતી. પટેલે કહ્યું કે, ખેરાલુમાં ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોર વિજય થયો છે. આ ભાજપની પરંપરાગત સીટ છે. આ બેઠકો પર કાર્યકર્તાઓની મહેનત અને પ્રજાના આશીર્વાદ અમને મળ્યા છે.
ચૂંટણીમાં હાર-જીત થતી હોય છે, પરિણામની સમીક્ષા કરવામાં આવશેઃ જીતુ વાઘાણી
કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનાં કામ ઉપરાંત અમિત શાહની કામગીરી પણ તેટલી જ મદદરૂપ થઇ રહી છે. ખેરાલુની જનતાનો હું ભાજપ અને અજમલજી ઠાકોર વતી આભાર વ્યક્ત કરૂ છું. ખેરાલુ બેઠકની જવાબદારી મને સોંપવામાં આવી હતી. તેમાં અમે જીત્યા છીએ. હું તમામ ભાજપના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરૂ છું. અમે ફરી એકવાર અમારી સંગઠન શક્તિનો પરચો આપ્યો છે. મને જે જવાબદારી સોંપવામાં આવી હતી, તે જવાબદારી સંપુર્ણ અને ઉત્તમ રીતે મે નિભાવી છે.
રાધનપુરે હંમેશા પક્ષપલટુઓને નકાર્યા: અલ્પેશને હરાવી ઇતિહાસ જાળવી રાખ્યો
ગુજરાત વિધાનસભા ચૂંટણી : આખરે અમરાઈવાડી બેઠક પર ભાજપની જીત
અત્રે ઉલ્લેખનીય છે કે પેટા ચૂંટણીમાં અત્યાર સુધીનો ટ્રેન્ડ જોતા ત્રણ બેઠકો પર ભાજપ જ્યારે ત્રણ બેઠકો પર કોંગ્રેસ સ્પષ્ટ રીતે જીતી રહ્યાનું સામે આવી રહ્યું છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ જાલા જેવા આયાતી ઉમેદવારોનો પરાજય સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. જ્યારે અન્ય બેઠકો પર ભાજપ પોતાનો દબદબો જાળવી રાખતા તમામ પરંપરાગત બેઠક જીતી ચુકી છે, અથવા તો જીતથી નજીક છે.