અમદાવાદ : મજૂરી કરાવીને બાળકોને રૂપિયા ઉઘરાવવાનો ટાર્ગેટ આપનાર સ્વામી નિત્યાનંદ સામે ગુનો નોંધાયો
અમદાવાદ (Ahmedabad) ના નિત્યાનંદ (Nithyananda) આશ્રમ વિવાદ માં અંતે પરિવારે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ગોંધી રાખવાની ફરિયાદ નોંધાવી છે. બે સગીર બાળકી સાથે ગેરવર્તણૂંક અને શોષણ અંગે FIR નોંધવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. નંદિતા ઉપરાંત તત્વપ્રિયા નામની મોટી યુવતી ગુમ થવા અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બે સગીરાઓ ગુમ (Missing) થવા અંગે બે અલગ અલગ ફરિયાદ અને અરજી દાખલ કરવામાં આવી છે.
અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ના નિત્યાનંદ (Nithyananda) આશ્રમ વિવાદ માં અંતે પરિવારે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ગોંધી રાખવાની ફરિયાદ નોંધાવી છે. બે સગીર બાળકી સાથે ગેરવર્તણૂંક અને શોષણ અંગે FIR નોંધવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. નંદિતા ઉપરાંત તત્વપ્રિયા નામની મોટી યુવતી ગુમ થવા અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બે સગીરાઓ ગુમ (Missing) થવા અંગે બે અલગ અલગ ફરિયાદ અને અરજી દાખલ કરવામાં આવી છે.
કરણી સેનાએ નિત્યાનંદના આશ્રમમાં પહોંચીને કર્યો સવાલ, ‘ક્યાં છે અમારી બહેન...?’
સગીરાએ ફેસબુક પર વીડિયો મૂક્યો હતો
આશ્રમમાં રહેતા બાળકોએ આક્ષેપ કર્યો છે કે, આશ્રમમાં બાળમજૂરી, બાળશોષણ, ગેરવર્તન અને ડોનેશન ભેગા કરવાના ટાર્ગેર આપવામાં આવતા હતા. સગીરાનો આક્ષેપ છે કે ડૉનેશન માટે 1 કરોડ થી 7 કરોડ ઉઘરાવવાના ટાર્ગેટ આપવામાં આવતા હતા અને અન્ય બાળકો પણ અમારી જેમ આશ્રમ બહાર આવવા માંગે છે. સ્વામી નિત્યાનંદ આશ્રમના સંચાલક પ્રાણપ્રિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સગીરાએ ફેસબુકમાં વીડિયો મૂક્યો હતો અને આખો મામલો સામે આવ્યો હતો. આ વીડિયો સગીરાના માતાપિતાએ જોયો હતો અને તાત્કાલિક ગુજરાત દોડી આવ્યા હતા. તો બીજી તરફ ગુમ યુવતીના પિતાનું નિવેદન છે કે, પોલીસનું કામગીરીથી હું ખુશ છું. મેં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને મને આશ્રમથી વારંવાર ધમકી મળી રહી છે. હજુ પણ હજુ પણ બે છોકરીઓ ગૂમ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube