પિતા V/s પુત્રીઓ : નિત્યાનંદ વિવાદમાં એકબીજા પર આરોપબાજી, જુઓ હવે શું કહ્યું...
નિત્યાનંદ આશ્રમ કાંડ (Nityanand Ashram) મામલે ગાયબ થયેલી બંને બહેનો વિદેશમાં એક સાથે હોવાનો આખરે ખુલાસો થયો છે. બંને બહેનો પહેલીવાર એકસાથે ફેસબુક પર આવી હતી. ફેસુબક પર વીડિયો (Facebook Video) અપલોડ કરીને તેઓએ કહ્યું કે, પોલીસ તેમની શરતો માને તો ગુજરાત આવીશું. તો બીજી તરફ, પુત્રીઓનો વીડિયો સામે આવ્યા બાદ પિતા જર્નાદન શર્માએ પણ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે દીકરીઓને મીડિયાના માધ્યમથી જવાબ આપતા કહ્યું કે, હું દરેક શરત માનવ તૈયાર છું.’
અમદાવાદ :નિત્યાનંદ આશ્રમ કાંડ (Nityanand Ashram) મામલે ગાયબ થયેલી બંને બહેનો વિદેશમાં એક સાથે હોવાનો આખરે ખુલાસો થયો છે. બંને બહેનો પહેલીવાર એકસાથે ફેસબુક પર આવી હતી. ફેસુબક પર વીડિયો (Facebook Video) અપલોડ કરીને તેઓએ કહ્યું કે, પોલીસ તેમની શરતો માને તો ગુજરાત આવીશું. તો બીજી તરફ, પુત્રીઓનો વીડિયો સામે આવ્યા બાદ પિતા જર્નાદન શર્માએ પણ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે દીકરીઓને મીડિયાના માધ્યમથી જવાબ આપતા કહ્યું કે, હું દરેક શરત માનવ તૈયાર છું.’
લંપટ નિત્યાનંદનો વધુ એક પર્દાફાશ, વિદેશી ભક્તે ખોલી પોલ, કર્યો સ્ફોટક ખુલાસો
બંને બહેનોએ વીડિયોમાં શું કહ્યું...
બંને બહેનોએ એકસાથે ફેસબુક લાઈવ કરીને કહ્યું કે, અમિત શાહ કોણ છે એ હું ઓળખું છું. લોકો અનેક સવાલો પૂછે છે એ બધાના જવાબ આપવા અમે તૈયાર છીએ. અમે પ્રુવ કરવા તૈયાર છીએ. તમે શું સત્ય છે એ પ્રુવ કરો અમે ચેલેન્જ કરીએ છીએ. બધા પુરાવા સાથે અમે જવાબ આપીશું. શુ ખોટું છે શું સત્ય છે એ બધું કહીશું. જાહેરમાં ચર્ચા કરવા અમે બંને તૈયાર છીએ. આ એક માત્ર ફેમિલી ઇસ્યુ જ છે. આ એક હિન્દુત્વને લગતું કાવતરું છે. તમામ લિગલ પ્રક્રિયા માટે અમે તૈયાર છે. અમદાવાદ આશ્રમની જે સાધ્વીઓની ધરપકડ કરવામાં આવી છે તે પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વમાંથી બંનેનો તેમાં કોઈ રોલ નથી. અમે યંગ છીએ, અમારા સપનાઓ છે, પણ આ બધું અમને અવરોધરૂપ દેખાય છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube