અમદાવાદ:  નિત્યાનંદના આશ્રમ(Nityananda Ashram)ના વિવાદ મામલે હવે યુવતીએ જ ખુલાસા કર્યા છે. યુવતીએ વીડિયો જાહેર કરી અને માતા-પિતા વિરુદ્ધ નિવેદન આપ્યું છે. યુવતીએ કહ્યું કે હું મારી મરજીથી આશ્રમમાં ગઇ છું. ત્યારે મને પાછી લઇ જવા માટે દબાણ કરાઇ રહ્યું છે. મને વારંવાર ધમકી આપવામાં આવી રહી છે. હું આશ્રમ છોડવા નથી માગતી. પરંતુ મારા માતા-પિતા પોલીસનો દુરઉપયોગ કરે છે. આ સમગ્ર મામલા વિશે આપને જણાવી દઈએ કે નિત્યાનંદના અમદાવાદ(Ahmedabad)ના આશ્રમમાંથી એક પરિવારના ચાર બાળકો જેમાં 3 દીકરી અને 1 દીકરો છેલ્લા છ મહિનાથી ગોંધી રખાયા હતા. જેમાંથી ચાઈલ્ડ વેલફેર અને પોલીસની મદદથી પરિવારે સગીર ઉમરનો દીકરો અને દીકરી છોડાવ્યા પણ 18 વર્ષની અને 21 વર્ષની દીકરીને છોડાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમની સાથે ફેસબુક માધ્યમથી વાત કરાવી દેવાઈ હતી. પણ પછીથી દીકરીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેની સાથે શારીરિક અડપલા થઈ રહ્યા હોવાનુ તે કહી રહી હતી. ત્યાર બાદ પરિવાર દ્વારા પોલીસ અને વેલફેરના લોકોની મદદથી આશ્રમમાં દીકરીની શોધ ખોળ કરાઈ હતી પરંતુ હવે એ દીકરી ગુમ થઈ જતા સમગ્ર તંત્ર દોડતુ થઈ ગયુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તામિલનાડુની છોકરીઓ અમદાવાદ પહોંચી ગઈ
અત્રે જણાવવાનું કે અમદાવાદના હાથીજણ-હીરાપુરમાં આવેલી નિત્યાનંદ સ્વામીની યોગિની સર્વાંજ્ઞપીઠમનો વિવાદ અમદાવાદ પોલીસ તપાસ સુધી પહોંચ્યો છે. સ્વામી નિત્યાનંદ પર એક વિદ્યાર્થિનીને આશ્રમમાં ગોંધી રાખવાનો અને બીજી વિદ્યાર્થિનીને વિદેશ ભગાડી જવાનો આરોપ લાગ્યો છે. આ બંને વિદ્યાર્થિનીઓ સગી બહેનો છે અને તમિલનાડુની રહેવાસી છે. તેમનાં માતાપિતાએ તમિલનાડુ આશ્રમમાં ભણવા મૂકી હતી પરંતુ આરોપ છે કે વાલીની જાણબહાર તેમને અમદાવાદ લાવવામાં આવી છે. સ્વામી નિત્યાનંદના કથિત પાપકાંડ પરથી ત્યારે પડદો ઉઠ્યો જ્યારે પોતાની દીકરીને મળવા તેમનાં માતાપિતા પહોંચ્યાં. જો કે તમિલનાડુ આશ્રમમાં પોતાની દીકરીઓ નહીં હોવાની જાણકારી મળતાં તેમનાં માતાપિતાએ વધારે તપાસ કરી તો અમદાવાદ આશ્રમમાં હોવાની જાણકારી મળી. જે બાદ તે શુક્રવારે રાત્રે અમદાવાદ આવ્યાં. જો કે માતાપિતા આશ્રમમાં મળવા આવ્યાં તો પુત્રીને મળવા ના દેવાતાં હોબાળો થયો. જે બાદ ઝી 24 કલાકે સૌથી પહેલાં ખબર પ્રસારિત કરી અને અમદાવાદ પોલીસ મોટી સંખ્યામાં આશ્રમ ખાતે પહોંચી. 


જુઓ VIDEO


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube