અમદાવાદ : હાથીજણ ખાતે નિત્યાનંદ સ્વામીનાં યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં ચાર બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હોવાનાં મુદ્દે ફરિયાદ નોંધાઇ છે. જેના પગલે આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જો કે સતત વિવાદોમાં રહેતો નિત્યાનંદ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. પોતે શિવ હોવાનો પણ દાવો કરે છે. જેના કારણે પોતાના પેજ પર આધ્યાત્મિક વાતો પણ શેર કરતો રહે છે. જો કે 15 નવેમ્બરે બાળકોને ગોંધી રાખવાનો કેસ સામે આવ્યા બાદ અનેક વિવાદો અનેક સ્પષ્ટતાઓ થઇ હતી. પરંતુ નિત્યાનંદ આ સમગ્ર મુદ્દે અલિપ્ત હોય તેમ કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાથી બચતો રહ્યો હતો. નિત્યાનંદે પોતાનાં અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પરથી ગુરૂ અને બાળકો અંગે કેટલાક ટ્વીટ કર્યા હતા. જે સ્પષ્ટ રીતે તો આ મુદ્દે નહી પરંતુ આડકતરી રીતે હાલમાં જે ચાલી રહ્યા છે તેની તરફ અંગુલી નિર્દેશ કરી રહ્યા હતા. નિત્યાનંદના અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પરથી આ તમામ ટ્વીટ કરવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકો દીવા જેવા છે અને તેને માત્ર ગુરૂ જ પ્રકાશિત કરી શકે છે...



બાળકો તમારી અધુરી ઇચ્છાઓ પુર્ણ કરવા માટેના સાધનો નથી...

સંપત્તિ-સેક્સ તમારી પાસે છે કે નહી તમારા જીવન સાથેનો અનુભવ તમારી શક્તિ થકી જ નક્કી થશે...


 



તમે બુદ્ધ કે ગુનેગાર રાતોરાત નથી બનતા, પળેપળ તમને કંઇ પણ બનાવવા માટે મહત્વની હોય છે...




મારા માતા પિતાએ પણ યોગ્ય ગુરૂ પાસે મારી તાલીમ કરાવી જેથી હું સફળ છું...



હિન્દુત્વમાં જ્ઞાની અને ગુરૂ જ બાળકોનો યોગ્ય ઉછેર કરી શકે છે...