ગૌરવ દવે/રાજકોટ :રાજકોટના કડવા પાટીદાર અગ્રણી અને વકીલ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમા પોલીસ હજી પણ હવાતિયા મારી રહી છે. આપઘાતના 2 દિવસ બાદ પણ રાજકોટ પોલીસને હાથ એક પણ આરોપી લાગ્યો નથી. વિશ્વ ઊમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ દીપક પટેલ સહિત 7 ની શોધખોળ માટે રાજકોટ પોલીસ અંધારામાં તીર મારી રહી છે તેવુ લાગ્યુ છે. એટલુ જ નહિ, રાજકોટના બે આરોપી બિલ્ડર પણ પોલીસ પકડથી દૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓઝોન ગ્રુપના નામાંકિત બિલ્ડરોના ત્રાસથી રાજકોટના પાટીદાર અગ્રણી, એડવોકેટ અને બિલ્ડર મહેન્દ્ર ફળદુએ આપઘાત કર્યો હતો. આ કેસમાં એમ.એમ.પટેલ, અમિત ચૌહાણ, જયેશ પટેલ, દીપક પટેલ, પ્રકાશ પટેલ, પ્રણય પટેલ, પ્રકાશ પટેલ મળી કુલ સાત સામે ગુનો નોંધાયો છે. જે લોકો સામે ગુનો નોંધાયો છે તે તમામ મોટા માથા છે. પરંતુ ઘટનાના બે દિવસ બાદ નામાંકિત આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. રાજકોટ અમદાવાદના સાતેય બિલ્ડરો ઘરને તાળા મારી થયા પલાયન થઈ ગયા છે. અમદાવાદ તો ઠીક રાજકોટનો એક પણ આરોપી પોલીસને હાથ હજી સુધી લાગ્યો નથી.


આ પણ વાંચો : દેશમાં પહેલીવાર 21 હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો સળગાવાશે, મુન્દ્રા પોર્ટ પર પકડાયુ હતું 


અમદાવાદ ઓઝોન ગ્રુપની ઓફિસે રાજકોટ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. મહેન્દ્ર ફળદુની સ્યુસાઈડ નોટમા આરોપીઓને IAS અને IPS સાથે રાજકીય સાંસદ સાથે સબંધનો ઉલ્લેખ પલાયનમાં મદદરૂપ બન્યો હોવાના સવાલો ઉઠ્યા છે. સાથે જ રાજકોટના અમિત ચૌહાણની ભાગીદારી રાજકીય કનેક્શનની ચર્ચા પણ ઉઠી છે. 


મહેન્દ્ર ફળદુએ જયારે આપધાત કર્યો અને પ્રેસ રિલીઝ થઇ ત્યારે આ મોટા માથાને પૂછપરછ કરવા રાઉન્ડ અપ કરી લેવાની જરૂર હોવાની ચર્ચા ઉઠી હતી. ત્યારે નામાંકિત આરોપી બિલ્ડરો કેમ ભાગી રહ્યા છે? શું વગદાર બિલ્ડરોને બચાવવાં રાજકીય કે સામાજિક નેટવર્ક શરૂ થયું છે? કડવા પાટીદાર સમાજના અગ્રણી અને વકીલ મહેન્દ્ર ફળદુના કેસમા સાત બિલ્ડરો સામે આપઘાતની ફરજ પાડવા સહિતની કલમ સાથે ગુનો નોંધાયો છે. જેમાં દિપક પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટનું નામ પણ સામેલ છે. સવાલ એ છે કે, પોલીસ આરોપીઓને ઘરે પહોંચે તે પહેલા તાળા કેમ વાગી ગયા? રાજકોટ પોલીસની ટીમના હાથ નામાંકિત બિલ્ડરોને પકડવામા ટૂંકા કેમ પડી રહ્યાં છે. 


આરોપીના નામ
1) એમ.એમ. પટેલ
2) અમિત ચૌહાણ
3) અતુલ મહેતા
4)દિપક મણિલાલ પટેલ
5)પ્રણય કાંતિલાલ પટેલ
6)જયેશ કાંતિલાલ પટેલ
7)પ્રકાશ ચંદુલાલ પટેલ


રાજકોટના જાણીતા કડવા પાટીદાર આગેવાન, એડવોકેટ, બિલ્ડર મહેન્દ્ર ફળદુએ પોતાની જ ઓફિસમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મહેન્દ્ર ફળદુએ ત્રણ પાનાની સ્યૂસાઈડ નોટ લખીને મોત વ્હાલુ કર્યુ હતું. જેમાં તેમણે રાજકોટ અને અમદાવાદના બિલ્ડર્સને જવાબદાર ગણ્યા છે. 30 થી 33 કરોડના મિલકતોના દસ્તાવેજો નહિ કરી આપતા ટેન્શનમાં આવેલા મહેન્દ્ર ફળદુએ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો. મહેન્દ્રભાઇએ મૃત્યુ પહેલા અખબારો ઉપર એક પ્રેસનોટ મોકલી હતી. જેમાં તેમણે લખ્યુ હતું કે, "હું મહેન્દ્ર ફળદુ આ સાથેની પ્રેસ નોટ મુજબ આત્મહત્યા કરી રહ્યો છું. આ આત્મહત્યા માટે ઓઝોન ગ્રૂપ જ જવાબદાર છે. મારી ૩૩ કરોડની મિલકતના દસ્તાવેજ કરી આપતા નથી. મારા ગ્રૂપના સીતેર કરોડના દસ્તાવેજ છે. અમિત ચૌહાણ, એમ.એમ.પટેલ,અતુલ મહેતા અને અમદાવાદ લોકો જ જવાબદાર છે. મને ખુબજ હેરાન કરેલ છે. મારા ઉપર ફરિયાદો કરે છે, ધમકીઓ આપે છે, મને મારવા માટે દવા પીવા માટે આ લોકો જ જવાબદાર છે. મારું અને મારા પરિવારનો હવે વિશ્વાસ આપ પ્રેસ ઉપર છે. અમોને ન્યાય અપાવજો