હોળીની ઉજવણી મામલે અમદાવાદની ક્લબોનો મોટો નિર્ણય, જાણવા કરો ક્લિક
હાલમાં નર્મદામાં પાણીની અછતને પગલે ઉનાળામાં ખેડૂતોને પાણી આપવા પર સરકારે મનાઈહૂકમ ફરમાવ્યો છે
અમદાવાદ : હાલમાં જ્યારે ગુજરાતમાં પાણીની કટોકટી પ્રવર્તી રહી છે ત્યારે અમદાવાદના કર્ણાવતી અને રાજપથ કલબે આ મામલે મોટો નિર્ણય લીધો છે. આ વર્ષે આ ક્લબોમાં હોળી અને ધૂળેટીની ઉજવણી નહીં કરાય. આ રીતે ઉનાળામાં સંભવત પાણીની તંગી સામે લડવા પાણીનો સંગ્રહ કરાશે. ક્લબોએ આ નિર્ણય કરશે પાણીનો સંગ્રહ અમદાવાદ મહાનગરપાલિકા સાથે ચર્ચા કર્યા પછી લીધો છે.
હાલમાં નર્મદામાં પાણીની અછતને પગલે ઉનાળામાં ખેડૂતોને પાણી આપવા પર સરકારે મનાઈહૂકમ ફરમાવ્યો છે. રાજ્યમાં પાણીની સ્થિતિ ખરાબ છે. આ સંજોગોમાં તંત્રએ કડક હાથે પગલાં ભરવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદમાં આજે વોટર કમિટીમાં પાણી કાપને લઈને નિર્ણય લેવાશે. ધૂળેટી નિમિતે કલબોમાં પાણી ન વેડફવા માટેનો ઘડાશે પ્લાન ઘડવાની પણ એએમસી તૈયારી કરી છે. આ સિવાય ખાનગી બોરનું પાણી ન વેડફવા AMCએ અનુરોધ કર્યો છે. એએમસીના આ પ્લાનને ક્લબોએ હકારાત્મક ટેકો આપ્યો છે.