સાપ ગયો ને લિસોટા રહી ગયા, ગુજરાતના 4591 ગામોમાં વાવાઝોડા બાદ પણ અંધારપટ
હાલ ગુજરાતમાં સાપ ગયા ને લિસોટા રહી ગયા જેવી સ્થિતિ છે. ગુજરાતમાંથી વાવાઝોડું (gujrat cyclone) તો પસાર થઈ ગયુ છે. પણ તેણે જતા
- ગુજરાતમાં 3731 ફિડર હાલ બંધ હાલતમાં છે. તો 72,523 વીજ પોલને નુકશાન થયું
- સૌથી વધુ નુકસાની સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છે, ઉત્તર ગુજરાતની યુજીવીસીએલની ટીમો સૌરાષ્ટ્ર મોકલાઈ
- રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 226 તાલુકામાં વરસાદ નોંધાય
હિતલ પારેખ/ગાંધીનગર :હાલ ગુજરાતમાં સાપ ગયા ને લિસોટા રહી ગયા જેવી સ્થિતિ છે. ગુજરાતમાંથી વાવાઝોડું (gujrat cyclone) તો પસાર થઈ ગયુ છે. પણ તેણે જતા
જતા ભારે નુકસાની સર્જી છે. મકાન તૂટી પડવાના, ઝાડ પડવાના, વીજ થાંભલાને નુકસાન, પતરા ઉડી જવા, હોર્ડિંગ્સ તૂટી પડવા વગેરે જેવી સમસ્યાઓમાંથી હાલ લોકો
પસાર થઈ રહ્યાં છે. એક અંદાજ મુજબ, ગુજરાતના 16 હજારથી વધુ ઘરોને વાવાઝોડાથી નુકસાન થયુ છે. તો રાજ્યના 4591 ગામમા હજુ પણ અંધારપટ છવાયેલો છે.
આ પણ વાંચો : 23 વર્ષ બાદ અમદાવાદીઓએ વાવાઝોડું અનુભવ્યું, પણ જે હતું તે ખતરનાક હતું...
ઉત્તર ગુજરાતની યુજીવીસીએલ ટીમોને સૌરાષ્ટ્ર મોકલાઈ
તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) ના કારણે ગુજરાતના ગામડાઓમાંથી ગઈકાલથી વીજળી ગુલ થઈ છે, જે હજી પણ આવી નથી. રાજ્યમા વાવાઝોડાને કારણે અનેક જિલ્લામાં વીજ પુરવઠાને ભારે અસર થઈ છે. હાલ ગુજરાતમાં 3731 ફિડર હાલ બંધ હાલતમાં છે. તો 72,523 વીજ પોલને નુકશાન થયું છે. આ ઉપરાંત 41,821 ટ્રાન્સફોર્મર પણ બંધ છે. અનેક જગ્યાઓ પર થાંભલા અને ટ્રાન્સફોર્મર જમીનદોસ્ત થયા છે. સૌથી વધુ નુકસાની સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છે, તેથી આ કારણે ઉત્તર ગુજરાતની યુજીવીસીએલની ટીમો સૌરાષ્ટ્ર મોકલાઈ છે.
આ પણ વાંચો : વાવાઝોડાના મહાસંકટ વચ્ચે આજે ગુજરાત આવશે પીએમ મોદી
- ભાવનગર જિલ્લાના 710 ગામોમાં વીજળી નહી
- અમરેલી જિલ્લામાં 576 ગામોમાં વિજળી નહી
- સાબરકાંઠા જિલ્લાના 409 ગામોમાં વિજળી નહિ
તો બીજી તરફ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 226 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ખેડાના નડિયાદમાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે. જો
કે રાજ્યમાં બુધવારે સવારથી છેલ્લા બે કલાક દરમ્યાન વરસાદે વિરામ લીધો છે.
આ પણ વાંચો : વાવાઝોડા વચ્ચે લગ્ન : પોલીસ અને વહીવટી તંત્રએ મળીને શેલ્ટર હોમમાં કપલની ઈચ્છા પૂરી કરી
- ગીર સોમનાથના ગીરગઢડામાં સવા સાત ઇંચ વરસાદ
- ગીર-સોમનાથના ઉનામાં 7 ઇંચ વરસાદ
- ભાવનગર જિલ્લાના ભાવનગર શહેર અને ખેડાના મહુધામાં 6.5 ઇંચ કરતા વધારે વરસાદ
- આણંદ શહેર ખેડાના માતર અને વલસાડના ઉમરગામમાં 6 ઈંચ જેટલો વરસાદ
આમ, રાજ્યના આઠ તાલુકામાં ૬ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 24 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના 57 તાલુકામાં ૩
ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાજ્યના 86 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 145 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોઁધાયો
છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.