No Entry! અમેરિકામાં રહેતા ભારતીયો માટે માઠા સમાચાર; એક ઝાટકે 18000 લોકોને કાઢવામાં આવશે!
Donald Trump to Deport 18000 Indians: આગામી મહીને ડોનાલ્ડ ટ્રંપ રાષ્ટ્રપતિ પદની શપથ લેનાર છે. આ તમામ વાતો વચ્ચે અમેરિકામાં રહેતા ભારતીયો માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. 18000 ભારતીયોને અમેરિકામાંથી કાઢવાામાં આવી શકે છે.
Donald Trump to Deport 18000 Indians: વિદેશનો મોહ રાખનારા ભારતીયો માટે અમેરિકા પહેલી પસંદ માનવામાં આવે છે. અભ્યાસથી લઈને નોકરી અને બિઝનેસના સિલસિલામાં ઘણા લોકો અમેરિકા જાય છે. જોકે, અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના શાસનકાળ ઘણા ભારતીયો માટે મુશ્કેલીભર્યો બની શકે છે. અહેવાલો મળી રહ્યાછે કે ટ્રંપે ઘણા લોકોને દેશની બહાર કાઢવાનો પ્લાન તૈયાર કરી નાંખ્યો છે અને આ લિસ્ટમાં 18000 ભારતીયોના નામ સામેલ છે.
હેલ્લો મા..તે મને મારી નાંખશે! લંડનથી દીકરીએ ફોન કર્યો, અને પછી મળી લાશ, પતિ ભારતમાં
આગામી મહીને શપથ લેશે ટ્રંપ
તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રંપ આગામી મહીનાથી પોતાનો કાર્યકાળ શરૂ કરશે. 20 જાન્યુઆરી 2025ના રોજ ડોનાલ્ડ ટ્રંપનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. અમેરિકી ઈમીગ્રેટ્સ અને કસ્ટમ ઈન્ફોર્સમેન્ટ (ICE)ના આંકડાઓનું માનીએ તો ટ્રંપ શાસન દરમિયાન 1.45 મિલિયન લોકો પર અમેરિકાને છોડીને જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેમાં 18000 ભારતીયોના નામ પણ સામેલ થઈ શકે છે.
તારીખો બદલાઈ ગઈ! ખેડૂતોને બરબાદ કરવા આવી રહ્યું છે માવઠું! જાણો અંબાલાલની સટીક આગાહી
ગેરકાયદેસર પ્રવાસીઓના લિસ્ટમાં ત્રીજા નંબર પર ભારત
જોકે, અમેરિકામાં ગેરકાયદેસર પ્રવાસીઓની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં છે. મેક્સિકો અને અલ સાલ્વાડોર બાદ ત્રીજા નંબર પર સૌથી વધુ ભારતીય પ્રવાસી ગેરકાયદેસર રૂપમાં અમેરિકામાં રહે છે. ગેરકાયદેસર પ્રવાસીઓને અમેરિકામાંથી કાઢવા માટે ટ્રંપનો ચૂંટણીલક્ષી વચન છે. હવે આશા છે કે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ટ્રંપ પોતાના વચનનું જરૂરથી અમલ કરશે. એવામાં જે લોકોની પાસે અમેરિકામાં રહેવા માટે યોગ્ય કાગળિયા નથી, તેમણે દેશ છોડવો પડી શકે છે.
12 વર્ષ બાદ 2025માં મિથુન રાશિમાં બનશે ગજકેસરી યોગ, આ 5 રાશિઓને થઈ જશે લીલાલહેર!
3 વર્ષમાં 90000 ભારતીયો પકડાયા
અમેરિકામાંથી ગેરકાયદેસર પ્રવાસીઓને કાઢવાની પ્રક્રિયા પહેલાથી શરૂ થઈ ગઈ છે. 22 ઓક્ટોબરે અમેરિકાએ ચાર્ટર્ડ પ્લાનથી ઘણા ગેરકાયદેસર ભારતીયોને પાછા મોકલ્યા હતા. એવામાં ઘણા ભારતીયો દસ્તાવેજો ભેગા કરવામાં લાગ્યા છે. આંકડાઓનું માનીએ તો છેલ્લા 3 વર્ષમાં 90000 ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસતા પકડાઈ ચૂક્યા છે.
કેનેડામાં 7 લાખ ગુજરાતીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓ માટે નવુ વર્ષ લઈને આવશે મોટી મુસીબત
ICE એ આપી 15 દેશોનું લિસ્ટ
ICE એ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે અમેરિકામાં હાલ 15 દેશોને અસહયોગિયોની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, આ લિસ્ટમાં ભારત, ભૂટાન, બર્મા, ક્યૂબા, કાંગો, ઈરીટ્રિયા, ઈથોપિયા, હોંગકોંગ, ઈરાન, લાઓસ, પાકિસ્તાન, ચીન, રશિયા, સોમાલિયા અને વેનેઝુએલાનું નામ સામેલ છે.