દીવ : મહા વાવાઝોડાની અસર હાલ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. મહા વાવાઝોડુ દીવથી પોરબંદર વચ્ચે ત્રાટકવાનું હોવાના કારણે તંત્ર દ્વારા જરૂરી પગલા ઉઠાવાઇ રહ્યા છે. જેના પગલે સહેલાણીઓનું હોટ ડેસ્ટીનેશન ગણાતા દીવમાં પ્રવાસીઓ માટે નો એન્ટ્રી જાહેર કરવામાં આવ્યું છે. દીવમાં કોઇ પણ નવા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ ઉપરાંત જેટલા પણ સહેલાણીઓ છે તેમને કાલ સુધીમાં દીવ છોડી જવા માટે સુચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દીવના તમામ બીચ અને દરિયા કિનારાના વિસ્તારો પર પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. દીવના તમામ બીચ બંધ કરી દેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર: સટ્ટો રમાડનારાઓ પર વિજિલન્સનાં દરોડા, સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ