અમદાવાદમાં પ્રદૂષણ વધતા ભારે વાહનોને શહેરમાં નો એન્ટ્રી, RTO કામકાજ માટે છુટછાટ
શહેરમાં પ્રદૂષણની સમસ્યા દિવસેને દિવસે વધારે વકરતી જાય છે. અમદાવાદ પણ દિલ્હી અને મુંબઇના માર્ગે હોય તેમ પ્રદૂષણ સતત વધતું જોઇ રહ્યું છે. બે દિવસના કર્ફ્યૂમાં પ્રદૂષણ સામાન્ય રહ્યા બાદ ફરી એકવાર પ્રદૂષણમાં વધારો નોંધાયો છે. આ બાબતે ધ્યાનમાં લઇ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક કે અન્ય ભારે વાહનની અવર જવર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
અમદાવાદ : શહેરમાં પ્રદૂષણની સમસ્યા દિવસેને દિવસે વધારે વકરતી જાય છે. અમદાવાદ પણ દિલ્હી અને મુંબઇના માર્ગે હોય તેમ પ્રદૂષણ સતત વધતું જોઇ રહ્યું છે. બે દિવસના કર્ફ્યૂમાં પ્રદૂષણ સામાન્ય રહ્યા બાદ ફરી એકવાર પ્રદૂષણમાં વધારો નોંધાયો છે. આ બાબતે ધ્યાનમાં લઇ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક કે અન્ય ભારે વાહનની અવર જવર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
આરટીઓના કામકાજ માટે આવતા વાહનો સવારે 10 વાગ્યાથી સુધી અવર જવર કરવા માટેની છુટછાટ આપવામાં આવી છે. ઘણા સમયથી અમદાવાદમાં પ્રદૂષણની સમસ્યા ખુબ જ વધી રહી છે. ત્યારે એને રોકવા માટે પોલીસ કમિશ્નર દ્વારા મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સવારે 8થી રાત્રે 9 વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક, ડમ્પર જેવા ભારે વાહનો શહેરમાં પ્રવેશી શકશે નહી. જે વાહનનું કુલ વજન 7500 કિલોગ્રામ સુધીનો હોય તેવા તમામ લાઇટ ગુડ્સ વેહિકલ તથા લાઇટ પેસેન્જર વેહિકલ શહેરની અંદર પ્રવેશી શકશે.
* શહેરમાં પ્રવેશતા પેસેન્જર વાહનો, મિની બસ કે જેની કેપિસીટી 33 સીટ સુધીની હોય તેવી ક્ષમતાવાળા પેસેન્જર વાહનો શહેરની અંદર
પ્રવેશી શકશે.
* માત્ર આરટીઓ કચેરીના કામકાજ માટે નીચે દર્શાવ્યા મુજબના માર્ગ પર સવારે 10થી સાંજે 6 વાગ્યા દરમિયાન લાઇટ વેહિકલને પ્રવેશ મળી શકશે.
* સુભાષબ્રિજ આરટીઓ કચેરી કામ માટે આવવા અને જવા માટે સરદાર પટેલ રિંગરોડનો ઉપયોગ કરીને ઝુંડાલ તપોવન સર્કલથી વિસત પેટ્રોલ પંપ, અચેર ચાર રસ્તા, ચીમનભાઇ પટેલ બ્રિજ પરથી માત્ર આરટીઓ કચેરીના કામ માટે આવી શકશે.
* સરદાર પટેલ રિંગરોડ પરના સનાથલ સર્કલથી શાંતિપુરા સીધા બોપલ બાજુથી જમણી તરફ વળી સરદાર પટેલ રિંગ રોડ પરના સનાથલ સર્કલથી ઉજાલા સર્કલથી સીધા ઇસ્કોન સર્કલ ચાર રસ્તાથી શિવરંજની ચાર રસ્તાથી ડાબી તરફ વળી સીધા જ 132 ફુટ રિંગ રોડ પર સીધા આરટીઓ કચેરી સુધી આવી શકશે.
* જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે શાકભાજી, દૂધ, ફ્રૂટ, પેટરોલ અને ડિઝલના વાહનોને સવારે 9થી બપોરે 1 અને સાંજે 4થી 9 વગ્યા સિવાયના સમયગાળામાં આવવાની છુટછાટ આપવામાં આવી છે.