સુરતમાં પોલીસનો કોઇ ડર નહી રાંદેરમાં લઘુશંકા જેવી સામાન્ય બાબતે યુવકની હત્યા
શહેરના રાંદેરમાં જાહેરમાં લઘુશંકા કરનારને યુવકે ઠપકો આપતા તેની અદાવતમાં ચાર લોકોએ રેમ્બો છરો મારી હત્યા કરી નાખી હતી. બે દિવસ પહેલાની આ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી સામે આવી રહ્યા છે. જેમાં યુવકને ક્રુરતાપૂર્વક ચપ્પુના ઘા મરાઇ રહ્યાનું સ્પષ્ટ જોઇ શકાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નોકરી પરથી આવ્યા બાદ ઘરેથી વિધવા માતા પાસે 50 રૂપિયા લઈને નીકળેલો રવિ 10 મિનિટમાં આવું છું કહીને ગયો હતો અને 30 મિનિટમાં પુત્રની હત્યા થઈ હોવાની જાણ થઈ હતી.
સુરત : શહેરના રાંદેરમાં જાહેરમાં લઘુશંકા કરનારને યુવકે ઠપકો આપતા તેની અદાવતમાં ચાર લોકોએ રેમ્બો છરો મારી હત્યા કરી નાખી હતી. બે દિવસ પહેલાની આ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી સામે આવી રહ્યા છે. જેમાં યુવકને ક્રુરતાપૂર્વક ચપ્પુના ઘા મરાઇ રહ્યાનું સ્પષ્ટ જોઇ શકાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નોકરી પરથી આવ્યા બાદ ઘરેથી વિધવા માતા પાસે 50 રૂપિયા લઈને નીકળેલો રવિ 10 મિનિટમાં આવું છું કહીને ગયો હતો અને 30 મિનિટમાં પુત્રની હત્યા થઈ હોવાની જાણ થઈ હતી.
મૃતકના મામા પ્રવીણભાઈ સોલંકીએ જણાવ્યું કે પિતાના અવસાન બાદ વિધવા માતાને આર્થિક મદદ કરવા માટે રવિએ સિક્યુરિટી ગાર્ડની નોકરી શરૂ કરી હતી. મોટો દીકરો હોવાથી ઘરની બધી જ જવાબદારી તેના પર જ હતી. એક નાનો ભાઈ અને ખાનગી હોસ્પિટલમાં આયા તરીકે કામ કરતા વિધવા માતાને મોડી રાત્રે હોસ્પિટલમાંથી આવેલા ફોન પર જાણ કરાતા આખો પરિવાર શોકમાં ગરક થઇ ગયો હતો.
નોકરી પરથી આવીને રવિએ ઘરમાં બેગ મુકી અને માતા પાસે 50 રૂપિયા લઈ 10 મિનિટમાં આવું છું કહીને જતો રહ્યો હતો. 30 મિનિટ બાદ માતાએ એને ફોન કરી સંપર્કનો પ્રયાસ કર્યો હતો. જો કે થોડીવાર બાદ મિત્રોએ ફોન પર જાણ કરી હતી કે રવિની હત્યા થઈ ગઈ છે. આ સાંભળી આખો પરિવાર પર આભ તુટી પડ્યું હતું. 10 મિનિટનું કહીને ગયેલો રવિનો મૃતદેહ જ આવશે તેવી કોઇને ખબર પણ નહોતી.
રવિ પાલનપુર પાટિયા ગાયત્રી સર્કલ પાસે સંજય ઉર્ફ સંજુ સહદેવ જગતાપ લઘુશંકા કરતો હતો. આ બાબતે રવિએ તેને ઠપકો આપતા મામલો વણસ્યો હતો. રવિએ શાંતિપુર્વક અહીં લધુશંકા નહીં કરવા સમજાવ્યું હતું. જો કે પાંચ મિનિટ બાદ સંજુએ બે બાઇક પર તેના ત્રણ મિત્રો સાથે આવીને રવિ સાથે ઝઘડો કરીને તેને માર માર્યો હતો. તે સમયે રવિનો મિત્ર જયશ નથવાણી પણ હતો. જયેશને પણ તમાચા માર્યા હતા. દરમિયાન ચાર પૈકીના એક વ્યક્તિને રવિના પગના ભાગે રેમ્બો છરો મારી દીધો હતો. જો કે ધોરી નસ કપાઇ જવાનાં કારણે રવિનાં શરીરમાંથી લોહી મોટા પ્રમાણમાંવહી જતા તેનું મોત નિપજ્યું હતું. હાલ તો રાંદેર પોલીસ સ્ટેશનમાં મૃતકના માતા લત્તાબહેને ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે તપાસ આદરી છે.