ગાંધીનગરઃ યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. આ ત્રણેયે કહ્યું કે, અહીં દારૂ મળે છે. જો કે આ મામલે ગાંધીનગર એસપીએ પત્રકાર પરિષદ યોજી ત્રણેય યુવા નેતા પર આરોપ લગાવ્યો કે આ રેડ ખોટી હતી. અલ્પેશ, હાર્દિક અને જિગ્નેશે માત્ર લોકપ્રિયતા મેળવવા માટે જનતા રેડ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જનતા રેડ પર ગાંધીનગર એસપીએ કહ્યું કે, ગાંધીનગરમાં ક્યાંય દારૂ મળ્યો નથી. જે ઘરમાંથી દારૂ મળ્યો છે તે મહિલાએ કહ્યું કે, એક યુવક દારૂ મુકીને ગયો છે. એસપીએ કહ્યું કે, આ યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ યુવા નેતાઓએ માત્ર સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે રેડ કરી હતી. 


મહત્વનું છે કે, ગઈકાલે અમદાવાદમાં દેશી દારૂ પીધા બાદ ચાર વયક્તિઓની હાલત લથડી હતી. ત્યારબાદ પોલીસે પણ અનેક જગ્યાએ રેડ પાડી હતી. તો આજે સવારથી જ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ દારૂ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું અને ગાંધીનગરમાં જનતા રેડ પાડી હતી. એસપીએ કહ્યું કે, ગાંધીનગરમાં દારૂ વેંચાતો નથી. પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે છે. આ રેડ પાછળ બીજા કોઈ કારણો હોઈ શકે છે. ત્યાં દારૂનું વેચાણ કરવામાં આવતું નથી. દારૂના અડ્ડા ચાલતા હોય તેવા કોઈ પૂરાવા મળ્યા નથી.