સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારમાં હવેથી ડ્રોન નહીં ઉડાવી શકાય, “No Drone Zone” જાહેર કરાયો
આ વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE) ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઇ હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.29/03/2022 ના ૦૦.૦૦ કલાકથી તા.27/05/2022 ના 24.00 કલાક સુધી કરવાની રહેશે.
ઝી ન્યૂઝ/રાજપીપલા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારને “No Drone Zone” જાહેર કરાયો છે. ઈન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડ્યું છે. કેવડીયા વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ, ન્યુ ગોરા બ્રીજ, મોખડી ડેમ સાઈટ, ટેન્ટ સીટીથી ભુમલીયા ઝીરો પોઇન્ટથી નર્મદા માતાજીની મૂર્તિ સુધીના સમગ્ર વિસ્તારને નો ડ્રોન ઝોન જાહેર કર્યો છે. આ વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 27 મે 2022 સુધી નો ડ્રોન ઝોન જાહેર કરાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી થશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, નર્મદા જિલ્લાના ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એલ.એમ.ડિંડોરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973 (1974 નો બીજો અધિનિયમ) ની કલમ-144 તથા આમુખ-2 થી તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ – ન્યુ ગોરા બ્રીજ – મોખડી ડેમ સાઈટ – CHPH/RBPH તેમજ ડાઇક નં.1 એરોડ્રામથી ડાઇક નં.4, ટેન્ટ સીટીથી ભુમલીયા ઝીરો પોઇન્ટથી નર્મદા માતાજીની મૂર્તિ સુધીના સમગ્ર વિસ્તારને “NO DRONE ZONE” જાહેર કર્યો છે.
ઘોર કળિયુગ! સગીરાએ દાદીને કહ્યું- પિતા મારા શરીરનાં અલગ અલગ અંગો પર અડપલાં કરે છે, ડામ આપે છે....'
આ વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE) ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઇ હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.29/03/2022 ના ૦૦.૦૦ કલાકથી તા.27/05/2022 ના 24.00 કલાક સુધી કરવાની રહેશે.
અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – 188 ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube