અમદાવાદ : સહિત ગુજરાતમાં કોરોના હવે બેકાબુ બની રહ્યો છે. સંક્રમણ એટલી હદે ફેલાઇ રહ્યું છે કે, હોસ્પિટલોમાં જગ્યા નથી. લોકો સારવાર માટે તડપી રહ્યા છે. તેવામાં ફરી એકવાર ચિંતાજનક સ્થિતિ પેદા થઇ છે. RT-PCR રિપોર્ટમાં કોરોના નેગેટિવ આવ્યા બાદ પણ શરદી, કળતર કે ઓક્સિજનનું પ્રમાણ ખુબ જ ઓછું રહેતું હોય તો બેદરકારી દાખવવી ભારે પડી શકે છે. આ પ્રકારનાં લક્ષણો હોય તો તત્કાલ તબીબોની સલાહ લેવા માટે સરકાર દ્વારા સુચન અપાઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં લોકડાઉન થવું જોઇએ કે નહી? ગુજરાતનાં ત્રણ દિગ્ગજ નેતાઓ શું કહી રહ્યા છે?


વડોદરામાં આરટીપીસીઆર નેગેટિવ આવ્યો હોય અને ત્યાર બાદ HRCT માં 25 માંથી 10 નો જ સ્કોર મળ્યો હોવાનો રિપોર્ટ આવ્યો હોવાનાં કિસ્સા સામે આવી રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં પણ આવા અનેક કિસ્સા નોંધાઇ ચુક્યા છે. આ અંગે નિષ્ણાંતોનું મંતવ્ય છે કે, 99 ટકા આરટીપીસીઆર ટેસ્ટ પરફેક્ટ હોય છે પરંતુ એકાદ ટકામાં આવી શક્યતા છે. તેના માટે ગળા અને નાકમાંથી સેમ્પલ લેતા સમયે મિશ્રણ સાથે મિક્ષીંગની સમસ્યા હોઇ શકે. HRCT માં 25 માંથી 8નો સ્કોર હોય તો માઇલ્ડ, 9થી 15 વચ્ચે હોય તો મોડરેટ અને 15થી વધારે સ્કોર હોય તો દર્દીની સ્થિતી ગંભીર માનવામાં આવે છે. 


કેન્દ્રનાં નિર્ણય બાદ 18 વર્ષથી મોટા તમામ લોકોને વેક્સિન આપવા CM વિજય રૂપાણીની સુચના


અત્રે ઉલ્લેખનીય છે કે, સોલા ભાગવત ખાતે હિતેશ પટેલ નામના વ્યક્તિએ 14 એપ્રીલે શરદી ખાસી અને તાવ આવતા તેના ઘરે જ ક્વોરન્ટાઇન કર્યો હતો. તાવ ઉતરતો નહોતો અને ટેસ્ટ નેગેટિવ આવતા ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો. આ લેબોરેટરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે સોલા સિવિલમાં કરાવેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બે અલગ અલગ રિપોર્ટ આવતા પરિવારજનો પણ અચંબામા મુકાયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube