પ્રેમલ ત્રિવેદી/પાટણ: રાધનપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ તથા એનસીપીના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર ચૂંટણી પહેલા જ ધારાસભ્યતો ઠીક પણ પોતાની જાતને મંત્રી માનીને પ્રચાર કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાધનપુર વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાણ કરનાર અલ્પેશ ઠાકોર અત્યારે બેઠક પર પ્રચાર કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોરનો રાધનપુર બેઠકના વિસ્તારમાં આવેલા દેવ ગામે મળેલી એક સભામાં કહ્યું કે મંત્રી બનીને લશ્કરની સાથે આવીશ. આ સભાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે.


પત્નીને છોડી વિદેશ ભાગી જતા NRI પતિઓની હવે ખેર નથી, વડોદરા પોલીસે કરી મોટી કાર્યવાહી


ચૂંટણી પહેલા જ મંત્રી બનવાનો દાવો કરનાર અલ્પેશ ઠાકોરનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ જેમાં અલ્પેશ ઠાકોર બોલી રહ્યા છે, ‘મંત્રી બન્યા પછી રજૂઆત નહિ ઓર્ડર હશે.’ વધુમાં તેણે કહ્યું કે, ત્યાં ધારાસભ્ય હતો ભાજપમાં હવે મંત્રી બનીશ તેવો દાવો કર્યો હતો.  


જુઓ LIVE TV :