Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં હવે આગામી પાંચ દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. ગુજરાતના વાતાવરણમાંથી વરાળની જેમ વરસાદ ગાયબ થઈ ગયો છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં એકાદ-બે જગ્યાને બાદ કરતા ક્યાંય પણ ભારે વરસાદ પડ્યો નથી. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની કોઈ સંભાવના ન હોવાનું જણાવ્યું છે. જ્યારે બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમજ બે ડિગ્રી તાપમાન પણ વધવાની શક્યતા છે. 2 દિવસ બાદ ગુજરાતમાં સૂકું વાતાવરણ જોવા મળશે. હાલ વરસાદને લઈને કોઈ એક્ટિવ સિસ્ટમ નહીં હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. વાતાવરણમાં ભેજના કારણે વરસાદી માહોલ જોવા મળશે, પરંતુ ભારે વરસાદની કોઈ સંભાવના નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભર સીઝનમાં જ વરસાદ ગાયબ થઈ જવાને લઈને હવામાન એક્સપર્ટ પણ ચિંતામાં મુકાયા છે. એક્સપર્ટસે આ વિશેનું કારણ જણાવ્યું કે, ક્લાઈમેટ ચેન્જના કારણે વરસાદ પર અસર થઈ છે. ચાલુ વર્ષે ચોમાસા પર ક્લાઈમેટ ચેન્જની અસર થઈ છે. નિષ્ણાંતોના અભ્યાસમાં આ તારણ સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, અલ-નિનોને કારણે લાંબા સમય સુધી વરસાદ પર બ્રેક લાગી શકે છે. જૂનથી ઓગસ્ટ સુધીમાં વરસાદમાં આવેલી વધઘટનું કારણ ક્લાઈમેટ ચેન્જ છે. ક્લાઈમેટ ચેન્જના કારણે ક્યાંક ભારે તો ક્યાંક નહીંવત વરસાદ જોવા મળી રહ્યો છે. ક્લાઈમેટ ચેન્જના કારણે ઘણા લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હોવાનું તારણ તેઓએ જણાવ્યું.


ડાકોર મંદિરમાં હવે થશે VIP દર્શન, આટલા રૂપિયા ચૂકવી સીધા ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી


નિષ્ણાતોના મતે, જૂનમાં બિપરજોયના કારણે કેરળમાં ચોમાસાના આગમનમાં પણ અસર પડી હતી. એક અભ્યાસમાં સામે આવ્યું કે, આ વર્ષે ચોમાસાએ 1961 બાદ પ્રથમ વખત દિલ્લી અને મુંબઈને એકસાથે આવરી લીધું છે. જૂનમાં દેશના 377 સ્ટેશન્સમાં ભારે વરસાદ નોંધાયો છે. જે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ હોવાની માહિતી છે. 


નિષ્ણાતોએ જણાવ્યું કે, ક્લાયમેટ ચેન્જને કારણે બંગાળની ખાડી અને અરબ મહાસાગરમાં ચક્રવાતનું પ્રમાણ અને લાંબા સમય સુધી તેની તીવ્રતા રહી છે. જુલાઈમાં ભારે વરસાદની ઘટના વધી હતી, જે છેલ્લા 5 વર્ષમાં પડેલો સૌથી વધુ વરાસદ છે. હાલ દેશમાં ચોમાસું અનિયમિત બની રહ્યું છે. ક્યારેક વરસાદ પડે તો ક્યારેક સૂકા હવામાનનો અનુભવ થાય. હાલ જે થઈ રહ્યું છે તે ક્લાયમેટ ચેન્જની અસર છે. 


Rolls-Royce એ લોન્ચ કરી દુનિયાની સૌથી મોંઘી કાર, આટલી કિંમતમાં તો રાજાનો મહેલ ખરીદી શકાય


ઓગસ્ટમાં પણ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ રહ્યો, જેમાં 80 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ચોમાસા પર બ્રકે અને સામાન્ય વરસાદનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. અલ નિનોને કારણે ચોમાસા પર બ્રેક લાંબા સમય સુધી રહેશે. તેથી ચાલુ વર્ષે ચોમાસું આવુ જ જોવા મળશે. અલ નિનોની અસર જેટલી તીવ્ર, વરસાદનો બ્રેક એટલો જ લાંબો રહેશે. 


ગુજરાતના ખેડૂતો-પશુપાલકોની લોટરી લાગી, સરકારે 7100 થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યા