રાત્રી કર્ફ્યૂમાં કોઇ રાહત નહી, સ્થિતી કાબુમાં નહી આવે ત્યાં સુધી કર્ફ્યૂ યથાવત્ત રહે તેવી શક્યતા
દિવાળી બાદ કોરોનાની વણસેલી સ્થિતીને ધ્યાને રાખીને સરકાર દ્વારા પ્રાથમિક તબક્કે શનિ રવિ માટે અમદાવાદમાં સંપુર્ણ કર્ફ્યૂની જાહેરાત કરી હતી. ત્યાર બાદ અમદાવાદ સહિત મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરી હતી. જો કે હવે આદેશનો સમયગાળો પુર્ણ થઇ રહ્યો હોવાના કારણે નાગરિકોને રાત્રી કર્ફ્યૂમાંથી મુક્તિ મળે તેવી આશા હતી.
અમદાવાદ : દિવાળી બાદ કોરોનાની વણસેલી સ્થિતીને ધ્યાને રાખીને સરકાર દ્વારા પ્રાથમિક તબક્કે શનિ રવિ માટે અમદાવાદમાં સંપુર્ણ કર્ફ્યૂની જાહેરાત કરી હતી. ત્યાર બાદ અમદાવાદ સહિત મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરી હતી. જો કે હવે આદેશનો સમયગાળો પુર્ણ થઇ રહ્યો હોવાના કારણે નાગરિકોને રાત્રી કર્ફ્યૂમાંથી મુક્તિ મળે તેવી આશા હતી.
પરંતુ ગુજરાતમાં હાલ કોરોનાની જે પ્રકારની સ્થિતી યથાવત્ત છે તેને ધ્યાને રાખીને ચારેય મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યૂં યથાવત્ત રાખવામાં આવી શકે છે. સરકારમાં રહેલા ઉચ્ચ સુત્રો અનુસાર કોરોનાની સ્થિતી કાબુમાં ન આવે ત્યાં સુધી સરકાર રાત્રી કર્ફ્યૂ હટાવવા અંગે કોઇ જ વિચારણા કરી નથી રહી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનો આંકડો 1000ની પણ નીચે પહોંચી ગયા બાદ દિવાળીમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો હતો. જેને સેકન્ડ વેવ પણ ઘણા લોકો કહી રહ્યા છે. પરંતુ હાલ રોજિંદી રીતે 1500થી પણ વધારે કેસ આવી રહ્યા છે તેવી સ્થિતીમાં સરકાર રાત્રી કર્ફ્યૂ હટાવવાનાં મુડમાં નથી. ટુંક સમયમાં જ હાઇપાવર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવી શકે અને ઔપચારિક જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા ઉચ્ચ પદસ્થ સુત્રો સેવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube