અતુલ તિવારી/અમદાવાદ :ફી માટે દબાણ કરતી, પુસ્તક સહિતની સામગ્રી શાળામાંથી જ લેવા દબાણ કરતી શાળાઓ સામે વાલીઓએ આંદોલન છેડ્યું છે. આ આંદોલન ઓનલાઈન છે. વાલીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે. આજથી 20 જૂન સુધી વાલીઓ ઘરે રહી સોશિયલ મીડિયાના માધ્યમથી ખાનગી શાળાઓ જે વાલી પર દબાણ કરી રહી છે તેમનો વિરોધ કરશે. આ આંદોલન મામલે વાલીઓએ કહ્યું કે, શાળાઓ ધમકાવે છે કે ફી ભરો નહિ તો માર્કશીટ નહીં આપીએ. બાળકને ઓનલાઈન અભ્યાસ નહિ કરાવીએ. નવા સત્રના પુસ્તક નહીં આપીએ. કેટલીક શાળાઓની હિંમત એટલી વધી છે કે સ્પષ્ટ વાલીઓને કહે છે કે જ્યાં કહેવું હોય કહી દો, જે કરવું હોય કરો પણ ફી પુરી ભરવી જ પડશે. ત્યારે હવે વાલીઓ નિ:સહાય બન્યા છે. આખરે વાલીઓ મેદાનમાં આવ્યા છે અને કાળી પટ્ટીના સહારે વિરોધ દર્શાવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુ છે વાલીઓના સવાલ :


  • સ્કુલ સંચાલકો કે જે વર્ષે કરોડોની આવક કરે છે તો પોતાના કર્મચારીઓને પગાર ચુકવવા વાલી પાસે ફી શા માટે ઉઘરાવે છે.?

  • શું આપણે આપણા કર્મચારીઓને પગાર ચૂકવવા આપણા ગ્રાહક પાસે રૂપિયા માંગ્યા છે ખરાં..?


વાલીઓનો મેસેજ
ઓનલાઈન પ્લેટફોર્મ પર વાલીઓએ જણાવ્યું કે, જાગો વાલીમિત્રો જાગો. ક્યાં સુધી સંચાલકોની લુંટ મુંગા મોઢે સહન કરશો..?? લોકડાઉંનના સમયમાં શું તમારા રોજગાર ધંધાની આવક ચાલું હતી...??  જેમનો નાનો-મોટો ટ્રેડિંગનો ધંધો હતો એમને આવક ચાલું હતી...?? જેમનો નાનો-મોટો ફેબ્રિકશનનો ધંધો હતો એમની આવક ચાલું હતી...?? શું જે રોજ સવારે ઊઠીને મજૂરીએ જતાં શ્રમિકોની આવક ચાલું હતી...?? જો કોઈની પણ આવક ચાલુ ના હતી... ! તો પણ તેમણે પોતાની યથા શકતી મુજબ પોતાના કર્મચારીઓને પગાર ચૂકવ્યા છે કે નહીં..?? જો આપણે નાનીમોટી નોકરી ધંધા વાળા આપણે ત્યાં કામ કરતાં કર્મચારીઓનાં પગાર કોઈ પણ આવક વગર ચૂકવીને માનવતાને માન આપી ન્યાય આપી શકતાં હોય. તો આ સ્કુલ સંચાલકો કે જે વર્ષે કરોડો રૂપિયાની આવક કરે છે તો પોતાના કર્મચારીઓને પગાર ચુકવવા માટે આપણી પાસે ફી શાં માટે ઉંઘરાવે છે...?