વડોદરાઃ વડોદરાની મહારાજા સાયાજીરાવ યુવિર્સિટીમાં શુક્રવારે કોમર્સ ફેકલ્ટીમાં જીએસ માટેની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં એજીએસજી અપક્ષ જૂથના ઉમેદવાર રાકેશ પંજાબીનો વિજય થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યંત રસાકસી ભરેલી ચૂંટણીમાં એનએસયુઆઈના બંને ઉમેદવારની કારમી હાર થઈ હતી. તેમની સાથે-સાથે એબીવીપી અને જયહો-વીવીએસના બંને ઉમેદવારોનો પણ પરાજય થયો હતો. અપક્ષ ઉમેદવાર રાકેશ પંજાબીના વિજયની જાહેરાત સાથે જ તેના સમર્થકોએ ઉજવણીની શરૂઆત કરી હતી. 


આ પ્રથમ વખત છે જ્યારે કોઈ રાજકીય પક્ષના સમર્થક પક્ષના બદલે અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે, એમએસયુની ચૂંટણી હંમેશાં રસપ્રદ હોય છે અને તેમાં ઊભા રહેલા ઉમેદવાર પણ સામાન્ય ચૂંટણી થતો હોય એટલો ખર્ચ કરતા હોય છે.