બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા જાહેર, સમગ્ર કાર્યક્રમ EXCLUSIVE રીતે અહીં જાણો
આખુ ગુજરાત જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યું હતું તે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની આખરે સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત સરકારનાં વિવિધ ખાતાના વડાની કચેરીઓ અને મહેસુલ વિભાગની વિવિધ કચેરીઓ માટે કારકુનની પરીક્ષા અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. સચિવાલયનાં વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગર : આખુ ગુજરાત જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યું હતું તે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની આખરે સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત સરકારનાં વિવિધ ખાતાના વડાની કચેરીઓ અને મહેસુલ વિભાગની વિવિધ કચેરીઓ માટે કારકુનની પરીક્ષા અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. સચિવાલયનાં વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ડ્રગ્સનું સ્વર્ગ બન્યું ગુજરાત! સેક્સથી માંડી સાધનામાં તલ્લીન થવા માટે અલગ અલગ ડ્રગ્સ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષાનું આયોજન 13 ફેબ્રુઆરી 2022 ને રવિવારે બપોરે 12થી 2 દરમિયાન આયોજીત કરવામાં આવશે. આ સંપુર્ણ પરીક્ષા OMR પદ્ધતી દ્વારા આયોજીત કરવામાં આવશે. આ પરીક્ષા 2018માં રદ્દ કરવામાં આવી હતી. ત્યારથી આ સંવર્ગની તૈયારી કરી રહેલા અનેક વિદ્યાર્થીઓ આ પરીક્ષાની રાહ જોઇ રહ્યા હતા. આ મુદ્દે અનેક આંદોલનો પણ થયા હતા. ગુજરાતની સૌથી વિવાદિત ભરતીઓ પૈકીની એક આ ભરતીની નવી તારીખ આખરે જાહેર થઇ ચુકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube