સરસ્વતીના ધામમાં નોનવેજ પાર્ટી, ગુજરાતની સરકારી શાળામાં પિરસાયુ નોનવેજ
Non veg party video viral : તાપીની ઉચ્છલ તાલુકના મોગરણ ગામની શાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે 9 એપ્રિલનો છે
- તાપીના શાળામાં બાળકોને અપાઈ નોનવેજની પાર્ટી
- ઉચ્છલ તાલુકાના મોગરણ ગામની શાળામાં નોનવેજ અપાયું હોવાનો વીડિયો વાયરલ
- પહેલા શિક્ષકો જમ્યા અને બાદમાં બાળકોને પણ ખવડાવ્યું
નરેન્દ્ર ભુવેચિત્રા/તાપી :એક તરફ સરકાર શાળાઓમાં પવિત્ર ભગવદ ગીતા ભણાવવા જઇ રહી છે, ત્યારે સરસ્વતીના ધામમાં નોનવેજ પાર્ટી થઈ હતી. દક્ષિણ ગુજરાતની એક શાળામાં નોનવેજ પાર્ટીના વીડિયો વાયરલ થયા છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મોગરણ ગામની શાળામાં ચૈત્ર મહિનાની આઠમના દિવસે નોનવેજ પિરસવામાં આવ્યુ હતું.
તાપીની ઉચ્છલ તાલુકના મોગરણ ગામની શાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે 9 એપ્રિલનો છે. તારીખ 9 એપ્રિલ, 2022 ના રોજ ચૈત્ર મહિનાની આઠમના પવિત્ર દિવસે શાળામાં નોનવેજ પિરસાયુ હતું. ચર્ચા છે કે, શિક્ષકોએ જમ્યા બાદ બાળકોને પણ નોનવેજ ખવડાવવામાં આવ્યું હતુ. તાલુકા શિક્ષણ અધિકારી યોહાન ગામીત પણ પાર્ટીમાં હાજર રહ્ય હતા. એક તરફ શાળામાં ઈન્સ્પેકશન હતું અને તેના બાદ નોનવેજ પાર્ટી યોજાઈ હતી. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં AAP એ પાડ્યું મોટું ગાબડું, ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા આપમાં જોડાયા
તો બીજી તરફ, શાળામાં નોનવેજ પિરસવાના મામલે શાળાના આચાર્ય જયેશભાઇએ પ્રતિક્રિયા આપી કે, શાળામાં નિરીક્ષણ કરવા આવેલા શિક્ષકો પૈકીના એક શિક્ષક મનીષભાઈ પોતાની સાથે નોનવેજ લાવ્યા હતા. મધ્યાહન ભોજન આપ્યા બાદ શાળામાં રજા આપી દેવાઈ હતી પરંતુ ટેબલ મુકવા અમે કેટલાક બાળકોને શાળામાં રોકી રાખ્યા હતા. બાળકોએ નોનવેજ ખાધું હતું કે નહીં એ બાબતે મને જાણ નથી.
આ પણ વાંચો :