Sabar Dairy Ghee Price Drop સાબરકાંઠા : મોંઘવારી વચ્ચે ગ્રાહકો માટે રાહતના સામચાર આવ્યા છે. નવા વર્ષની શરૂઆતમાં જ સાબરડેરીએ સામાન્ય લોકો માટે સારા સમાચાર આપ્યા છે. સાબર ડેરીએ ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે. સાબરડેરી દ્વારા ઘીના ભાવમાં પ્રતિ કિલોએ 15 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સાબરડેરી દ્વારા ભાવમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તે નવા ભાવ આજથી જ અમલમાં આવ્યા છે. સાબરડેરી દ્વારા વેચાણ કરતી મંડળીઓ અને સાબરડેરી સંચાલિત પાર્લરને ભાવ ઘટાડાની લેખિત જાણ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાબરડેરીના સાબર શુદ્ધ ઘીમાં પ્રતિ કિલોએ રૂપિયા 15 નો ઘટાડો કર્યો છે. સાબર ડેરીના શુદ્ધ ઘીના 15 કિલોના ડબ્બામાં રૂ 225 નો ઘટાડો કરાયો છે. હવેથી હવે 15 કિલોનો સાબર શુદ્ધ ઘીનો ડબ્બો 9375 રૂપિયામાં મળશે. તો હવે 1 કિલો સાબર શુદ્ધ લુઝ ઘી 625 રૂપિયામાં મળશે. 


બોટકાંડના રિયલ હીરો : મોતની પરવાહ કર્યા વગર તળાવમાં છલાંગ લગાવી માસુમોને બચાવ્યા


દિવાળી બાદ કમુરતા ઉતરતા ઘીના ભાવમાં સાબર ડેરી દ્વારા ઘટાડો કરાયો છે. વર્ષ 2024 માં પ્રથમવાર ઘીના ભાવમાં ઘટાડો કરાતા ઉત્તર ગુજરાતના લોકો રાજીના રેડ થયા છે. અમુલ ધ્વારા લુઝ ઘી ના ભાવમાં ઘટાડો કરતા ઘટાડો કરાયો છે. 


ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ નવેમ્બર મહિનામાં સાબર ડેરીએ ઘીના ભાવ ઘટાડ્યા હતા. ગત નવેમ્બર મહિનામાં સાબરડેરી દ્વારા ઘીના ભાવમાં પ્રતિ કિલો એ 29 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે માત્ર ત્રણ મહિનાના ગાળામાં સાબર ડેરીએ બીજીવાર ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે. 


અઢી વર્ષથી પિતાને શોધતો હતો, મૃતકોના લિસ્ટમાં ફોટો જોઈ ચોધાર આસુંએ રડી પડ્યો દીકરો