ગાંધીનગરઃ રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે, ગુરૂવારે રાજ્યના 129 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાંથી 25 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી. ઉત્તર ગુજરાતમાં ગુરૂવારે સૌ પ્રથમ વખત મેઘમહેર જોવા મળી હતી. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી સહિતના તમામ જિલ્લાઓમાં આજે એકથી ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સૌથી વધુ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, અરવલ્લીના મોડાસામાં 3 ઈંચ જ્યારે ભિલોડા, માલપુર અને બનાસકાંઠાના દાંતામાં પણ બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. 


અરવલ્લી જિલ્લામાં ગુરુવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સવારે 6.00થી સાંજે 6.00 કલાક સુધીમાં જિલ્લાના મોડાસામાં ૩ ઇંચ, ભિલોડામાં ૨.૫ ઇંચ, માલપુર અને મેઘરજમાં બે ઇંચ, બાયડ અને ધનસુરામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ઈસરોલ, જીવણપૂર અને સરડોઇ પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં એકથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સરડોઈમાં તો ગલીઓમાં પાણીની નદીઓ વહેવા લાગી હતી. 


બનાસકાંઠા : ભારત-પાકિસ્તાન બોર્ડર પર રક્ષાબંધનની ઉજવણી થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા


સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ સર્વત્ર ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો હતો, જે સાંજ સુધી ચાલુ રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ ઈડર, પોશીના અને હિંમતનગરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ખેડબ્રહ્મા, તલોદ, પ્રાંતિજ, વડાલી અને વિજયનગરમાં પણ અડધોથી એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જિલ્લામાં આખો દિવસ વાદળો છવાયેલા જોવા મળ્યા છે. 


બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ,વડગામ, અમીરગઢ, દાંતા, ડીસા, ભાભર, દિયોદર અને કાંકરેજમાં આખો દિવસ ધીમીધારે વરસાદ પડ્યો હતો. આખો દિવસ પડેલા વરસાદના કારણે અનેક સ્થળે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. 


200 વર્ષ પહેલા ગુજરાતના આ ગામમાં રક્ષાબંધનનો ઈતિહાસ બદલાયો હતો, આજે પણ જાળવી છે પરંપરા


પાટણ જિલ્લામાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પાટણ શહેર ઉપરાંત જિલ્લાના રાધનપુર, સમી, હારીજ, ચાણસ્મા તેમજ સિદ્ધપુરમાં દિવસ દરમિયાન સારો વરસાદ પડ્યો હતો. સિદ્ધપુરમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય જિલ્લાના અન્ય વિસ્તારોમાં એકથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 


મહેસાણા શહેર અને જિલ્લામાં પણ સવારથી જ મેઘમહેર જોવા મળી હતી. ક્યારેક ધોધમાર તો ક્યારે હળવો વરસાદ દિવસ દરમિયાન ચાલુ રહ્યો હતો. મહેસાણા શહેર ઉપરાંત જિલ્લાના સતલાસણા, ખેરાલુ, વડનગર, વિસનગર, ઊંઝા અને કડી સહિતના વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 


ઉપરવાસમાં વરસાદ થતાં અરવલ્લીના જળાશયોમાં નવા નીર 


  • મેશ્વો ડેમમાં ૧૭૧૦ ક્યુસેક પાણીની આવક 

  • મેશ્વો ડેમની સપાટી ૨૧૧.૭૫ નોંધાઈ 

  • માજુમ ૫૦૦, વાત્રક ૧૪૫ ક્યુસેક પાણીની આવક 

  • વૈડી ડેમમાં ૧૧૦૦ ક્યુસેક પાણીની આવક 


જુઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....