પાલનપુર : શહેરના કોટ વિસ્તારમાં છેલ્લાં કેટલાંક સમયથી હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુઓનાં વિસ્તારમાં લેન્ડ જેહાદ કરતા શહેરના નાગરીક મંચ અને નાગરિકો દ્વારા કલેકટરને આધાર પુરાવ સાથે આવેદનપત્ર પાઠવી લેન્ડ જેહાદ રોકવા માંગ કરી છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં મોટ વિસ્તારમાં આવેલ ચોપદારવાસ, મોટીબજાર, દુકાળ કોટડી, હેમુ મહેતાનો વાસ, તીનબતી, ઢાળવાસ,કમાલપુરા, દોશીવાસ, મીઠીવાવ, બારડપુરા, રાજગઢી જેવાં અનેક વિસ્તારમાં વર્ષોથી હિન્દુઓ વસતા હતાં પરંતું છેલ્લાં કેટલાંક સમયથી મુસ્લિમો દ્વારા કાયદાનો ભંગ કરી હિન્દુઓનાં મકાનો લઇ રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કમરતોડ ભાવ વધારો, વિધાનસભા ચૂંટણી પુરી થતા જ કોરડો વિંઝાયો


શોપિંગ સેન્ટરો બનાવી રહ્યાં છે. કોઈ મુસ્લિમ હિન્દુ સમાજના વિસ્તારમાં રહેવા આવવાથી. તેમના વ્યવહાર થી જીવદયા પ્રેમી, શાકાહારીઓની લાગણી દુભાય છે અને જેના કારણે તે પોતાની મિલકત વહેંચવા મજબુર થાય છે. હિન્દુઓ બીજે રહેવા જવા મજબૂર બને છે. મુસ્લીમ સમાજ દ્વારા હિન્દુઓની પ્રોપર્ટી વેચાણ પેટે લઇ લેવામાં આવે છે. જેથી લેન્ડ જેહાદને રોકવામાં માટે આજે પાલનપુરમાં પૂર્વ મંત્રી કાંતિ કચોરીઆ અને શહેરના પ્રબુદ્ધ લોકોએ નાગરીક મંચ સાથે મળીને જિલ્લા કલેકટરને આવેદન પાઠવી આધારપુરવા આપીને આવા તત્વોને રોકવા માટે રજુઆત કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube