હિતલ પારેખ/ગાંધીનગર: હેડ ક્લાર્કની પરીક્ષાના પેપરલીક કાંડમાં ઢીલી નીતિ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બી.કોમ. સેમેસ્ટર -3 નું પેપર પરીક્ષા શરૂ થાય તે પહેલા જ સોશ્યલ મીડિયામાં ફરતું થઇ જતા ખળભળાટ મચી ગયો છે. જેમાં હવે ઉત્તર ગુજરાતની હેમ ચંદ્રાચાર્ય યુનિવર્સિટી જોડાઈ ગઈ છે. જેમાં તેનું વધુ એક ભોપાળું સામે આવ્યું છે. જેના કારણે હડકંપ મચી જવા પામ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં આવેલા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં આજે phd કોર્ષવર્કનું પેપર હતું. જેના માટે ઉમેદવારો પાસેથી ફી પેટે 5000 રૂપિયા લેવામાં હતી, પરંતુ વિદ્યાર્થીઓને પીએચડીનું પેપર છપાયેલું આપવાના બદલે હાથથી લખેલું આપવામાં આવ્યું હતું. જેના કારણે સમગ્ર મામલો સામે આવ્યો છે. 


આવી રહી છે મોટી આફત! ગુજરાતનું આરોગ્ય વિભાગ બાથ ભીડવા કેટલું છે તૈયાર?


તમને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જે જે વોરા છે, ત્યારે તેમનો વહીવટ શું સાબિત કરે છે. શું યુનિવર્સિટી પાસે પેપર છપાવવાના પણ પૈસા નથી? કે પછી દાનત નથી. ઉમેદવારો પાસેથી તમે ફી પેટે 5000 રૂપિયા વસૂલ્યા છે, તો તેમના રૂપિયાનું શું થયું? આ રીતે phd જેવી ઉચ્ચ પરીક્ષાનુ પેપર હાથે લખેલું આપવામાં આવ્યું તેનો શું મતલબ છે. આજકાલ સમગ્ર વિશ્વ કોમ્પ્યુટર અને આઇટીના જમાનામાં પહોંચી ગયું છે. કોમ્પ્યુટર અને આઇટીના જમાનાની વાતો કરતી સરકાર પર  ઉત્તર ગુજરાત યુનિવર્સીટીએ પાણી ફેરવી દીધું છે.


વિરપુરમાં એવી તે કઈ ખેતી કરે છે આ ખેડૂત કે છેક દુબઈ સુધી છે ભારે ભરખમ માંગ! 


બીજી બાજુ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ડૉ.કિરીટ પટેલે દ્વારા મોટા આરોપ લગાવવામાં આવ્યા છે. પાટણના ધારાસભ્ય ડૉકટર કિરીટ પટેલે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પર આરોપ મૂક્યો છે અને જણાવ્યું હતું કે  પીએચડીની પરીક્ષાનું પેપર હાથથી લખેલું અપાયું છે. શું યુનિવર્સિટી પાસે પેપર છાપવાના પણ પૈસા નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube