Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : ગુજરાતની સૌથી મોટી મહાનગર પાલિકાનું જેના માટે ગૌરવ લેવાય છે તે અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનના મોટા ભાગના વિભાગ ઇન્ચાર્જ અધિકારીઓથી ચાલી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનું ભાગ્યેજ કોઇ ખાતુ એવુ છે, જેની પાસે પોતાના સ્થાયી જવાબદાર અધિકારી હશે. વોટર, હેલ્થ , ઢોર નિયત્રંણ, નગર વિકાસ, ફાયર વિભાગ કે પછી ઇજનેર વિભાગ હેઠળ આવતા રોડ પ્રોજેક્ટ. એક પણ વિભાગ એવો નથી કે જે ઇન્ચાર્જ અધિકારી વગર ચાલતો હોય. એવુ નથી કે એએમસી પાસે સક્ષમ અધિકારીઓ નથી, પરંતુ એએમસીમાં ચાલતા આંતરિક રાજકારણ અને અધિકારીઓની જૂથબંધી પણ આ મામલે એટલા જ જવાબદાર છે. ચાલો જાણીએ શું છે આખો મામલો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડઝનેક વિભાગોમાં અધિકારી નહિ
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવનાર અમદાવાદ શહેરની વધુ એક મોટી ખાસિયત પણ છે. 80 લાખ કરતા વધુની વસ્તી ધરાવતા અને 9000 કરોડ કરતા વધારેનુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ શહેરમાં આજે ચારેય તરફ વિકાસની હરણફાળ વધી રહી છે. શહેરમાં ગગનચુંબી ઇમારતો બની રહી છે. ખારીકટ કેનાલ, રિવરફ્રન્ટ ફેઝ-૨, વિવિધ ફ્લાયઓવર સહિત અનેક મસમોટા પ્રોજેકટ ચાલી રહ્યાં છે. પરંતુ અમદાવાદ મહાનગર પાલિકાની કઇક અલગ જ તાસીર છે. અને તે છે અમદાવાદ મહાનગર પાલિકામાં ચાલતુ ઇન્ચાર્જ અધિકારીઓનું રાજ. એએમસીના મોટાભાગના વિભાગ માત્ર ઇન્ચાર્જ અધિકારીઓના ભરોષે ચાલે છે. કેટલાય મહત્વના વિભાગ એવા છે કે જ્યાં ઇન્ચાર્જ અધિકારીઓ કાયમી નહી, પણ કોન્ટ્રાક્ટ બેઝ પર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશ્નર પછી સૌથી મહત્વનો ગેઝેટેડ હોદ્દો ગણાતો મેડીકલ ઓફીસર ઓફ હેલ્થનો હોદ્દો છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી ઇન્ચાર્જ અધિકારી સંભાળી રહ્યા છે. માત્ર આરોગ્ય જ નહી, વોટર વિભાગ, રોડ, બિલ્ડીગ અને બ્રિજ વિભાગ, ફાયર વિભાગ, ટાઉન પ્લાનીંગ વિભાગ સહિત ઝોનલ લેવલે અનેક વિભાગો તેના કાયમી અધિકારીથી નહિ, પરંતુ હંગામી એટલે કે ઇન્ચાર્જ અધિકારીઓના ભરોષે ચાલે છે. 


આ પણ વાંચો : 


પેપરલીક મામલે બિલ લાવવા અંગે મોટા અપડેટ, જાણો સરકારે શું લીધો નવો નિર્ણય


ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર, 2 જિલ્લાના પ્રમુખોને પદ પરથી હટાવીને નવાની નિમણૂંક કરાઈ


વહીવટી રીતે જોઇએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 7 ઝોન છે. જેમાં દરેક ઝોન દીઠ કાયમી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર હોવા જરૂરી છે. પરંતુ બે જ ઝોન એવા છે કે જેઓને ઝોનના વડા તરીકેની કાયમી જવાબદારી સંભાળતા અધિકારી મળ્યાં છે. ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં રાજ્ય સરકારે મૂકેલા બે આઇએસ અધિકારીઓ ઝોનના વડા તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. જ્યારે પૂર્વ અને પશ્ચિમ ઝોન એવા છે, કે જ્યાં બે આઇએએસ અધિકારીઓ તો છે, પરંતુ તેઓ સરકારમાંથી નિવૃત્ત થઇ ચૂક્યા છે. પરંતુ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એએમસીમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને મધ્ય ઝોનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે મૂળ સિનીયર આસિટન્ટ કમિશ્નરનો હોદ્દો ગણાતા અધિકારીઓે ઝોનના વડા તરીકેનો ચાર્જ સોંપવામાં આવેલો છે. એએમસીમાં હાલ રાજ્ય સરકારમાંથી મૂકવામાં આવેલા 3 આઇએએસ અધિકારી એવા છે, કે જેઓ નિવૃત્ત થઇ ચૂક્યા છે, પરંતુ રાજ્ય સરકારના કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવી રહ્યા છે.


આઇ કે પટેલ , આઇએએસ ( Rtd), ખાસ ફરજ પરના અધિકારી, પશ્ચિમ ઝોન (સાબરમતી ગાંધી આશ્રમ મેમોરિયલ પ્રોજક્ટ) 
સી આર ખરસાણ, આઇએએસ ( Rtd) OSD અને ડેપ્યુટી કમિશનર (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ)
એસ એ પટેલ , આઇએએસ ( Rtd), ડેપ્યુટી કમિશનર પૂર્વ ઝોન અને ટેક્ષ વિભાગ 
વિશાલ બી ખનામા (સિનીયર આસિટન્ટ કમિશ્નર) ઇન્ચાર્જ ડે. કમિશનર ( ઉતર ઝોન ) સાથે બીઆરટીએસ વિભાગ 
રમ્યકુમાર વી ભટ્ટ (સિનીયર આસિટન્ટ કમિશ્નર), ઇન્ચાર્જ ડે કમિશનર ( મધ્યઝોન ) અમે ઇ ગવર્નન્સ વિભાદ 
દિપક ત્રિવેદી, ઇન્ચાર્જ ડે કમિશનર ( દક્ષિણ ઝોન ) સાથે અન્ય વિભાગની પણ જવાબાદારી 


આ પણ વાંચો : 


ગુજરાતના યુવકની આફ્રિકામાં હત્યા, નીગ્રો લૂંટારુઓએ ધડાધડ છાતીમાં ગોળી વરસાવી


ગુજરાતમાં અહી સ્થપાશે દેશનો પ્રથમ સેમીકંડક્ટર પ્લાન્ટ, 1 લાખ લોકોને રોજગારી મળશે


આ તો વાત થઇ ઝોન કક્ષાના અધિકારીઓની... પરંતુ હવે નજર કરીએ એએમસીના અન્ય મહત્વના વિભાગો પર, કે તે પણ ઇન્ચાર્જ અથવા તો કોન્ટ્રાક્ટ પરના અધિકારીઓ થકી ચાલી રહ્યા છે.


હિતેશ કોન્ટ્રાક્ટર (એએમસી માંથી નિવૃત્ત) ઇન્ચાર્જ સિટી ઇજનેર, રોડ-બ્રીજ પ્રોજેક્ટ
હરપાલસિંહ ઝાલા, ઇન્ચાર્જ સિટી ઇજનેર (વોટર રિસોર્સિસ મેનેજમેન્ટ)
ચૈતન્ય શાહ, (એએમસીમાંથી નિવૃત્ત), ચીફ સિટી પ્લાનર, (કોન્ટ્રાક્ટ પર)
રાજેશ પટેલ, (એએમસીમાંથી નિવૃત્ત) નગર વિકાસ અધિકારી, નગર વિકાસ ખાતુ
પ્રણય શાહ, ઇન્ચાર્જ એડિશનલ સિટી ઇજનેર (ઉત્તર પશ્ચિમ ઝોન) અને હાઉસિંગ પ્રોજકેટ / સલ્મ નેટવર્કિગ પ્રોજેકટ
વિજય પટેલ, ઇન્ચાર્જ એડી. સિટી એન્જીનીયર (દક્ષિણ પશ્ચિમ ઝોન) 
યશપાલ પ્રભાકર, ઇન્ચાર્જ એડી.ચીફ એન્જીનીયર (વોટર પ્રોડકશન વિભાગ)
ડો ભાવીન સોલંકી, ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ 
ડો દિવ્યાંગ ઓઝા, ઇન્ચાર્જ ફેમિલી વેસ્ફેર ઓફિસર, મેલેરિયા વિભાગ
રાજેશ શર્મા, ઇન્ચાર્જ આસી. એન્ટોમોલોજીસ્ટ 
ડો લીનાબેન ડાભી, ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, એલ જી હોસ્પિટલ 
ડો હેતલ વોરા, ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ, શારદાબહેન હોસ્પિટલ 
ડો તેજસબહેન દેસાઇ, ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ, નગરી આંખની હોસ્પિટલ, ઢોર ત્રાસ અંકુશ વિભાગ 
ડો પ્રતાપસિંહ ટી રાઠોડ, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ટેન્ટ 
ડો હિરેન માંડલિયા, સાયન્ટિસ્ટ ઇન્ચાર્જ ( સેન્ટ્રલ લેબોરેટરી ઓફિસર), ફાયર વિભાગ
જે એન ખડિયા, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 
એમ પી મિસ્ત્રી , ઇન્ચાર્જ એડી ચીફ ફાયર ઓફિસર 
પાઉલ વસાવા . ઇન્ચાર્જ સિક્યુરીટી સુપ્રિન્ટેન્ડેન્ટ 


ઈન્ચાર્જ મૂકવા પાછળનુ આ છે કારણ
ઉલ્લેખનીય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલી રહેલા ઇન્ચાર્જ કલ્ચર પાછળનુ મુખ્ય કારણ પહેલા કરતા હાલમાં અધિકારીઓ વચ્ચે વધી ગયેલી જૂથબંધી તેમજ રાજકીય આકાઓના માનીતા અધિકારીઓને મનગમતી જગ્યાએ મૂકવા માટે કરાતુ દબાણ. આ ઉપરાંત એએમસી સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા યોગ્ય સમયે યોગ્ય અધિકારીઓને પ્રમોશન ન આપવાનુ વલણ. 


સમગ્ર મામલે એએમસીની કારોબારી સમિતીના અધ્યક્ષ હિતેશ બારોટનુ કહેવુ છે કે, તેઓ સમગ્ર મામલે નજર રાખી રહ્યા છે અને ધીમે ધીમે તમામ જગ્યાઓ પર કાયમી અધિકારીઓની નિમણૂંક થાય તેવા પ્રયત્નો પણ કરી રહ્યા છે. ત્યારે એક મોટો સવાલ એ છેકે વર્ષે દહાડે એએમસીનો વ્યાપ વધ્યો છે. બજેટની જોગવાઇ વધી છે. લોકોની અપેક્ષાઓ પણ વધી છે. તેમ છતા આજે એએમસીના મુખ્ય ગણાતા વિભાગો માત્ર ઇન્ચાર્જ સાહેબ થી ચાલે છે, તો પ્રજાનું શું ભલું થશે.


આ પણ વાંચો : 


ભાજપના ધારાસભ્ય ભાજપની જ ઊંઘ હરામ કરશે, હાર્દિક પટેલ ફરી આંદોલનના માર્ગે


ભૂપેન્દ્ર પટેલને ક્યાં વિરોધીઓની જરૂર છે, ભાજપના નેતાઓએ સરકારની કરી ઉંઘહરામ