Gujarat Airports : AAI સંચાલિત ગુજરાતના એરપોર્ટ ખોટમાં હોવાનું ખૂલ્યુ છે. છેલ્લાં ત્રણ વર્ષમાં વડોદરા એરપોર્ટને 145 કરોડની ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લાં 3 વર્ષમાં સુરત એરપોર્ટને 97.27 કરોડની ખોટ પડી છે. અમદાવાદ સિવાય AAI ગુજરાતના 10 એરપોર્ટનું સંચાલન કરે છે. ત્યારે AAIએ 3 એરપોર્ટ સિવાય તમામમાં ખોટ જ ખાધી છે. મુસાફરો તરફથી પ્રતિસાદ ન મળતા AAI ખોટમાં જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં અમદાવાદ સિવાયના 10 એરપોર્ટનું સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા કરે છે. ગુજરાતના મોટા ભાગના એરપોર્ટ ખોટમાં હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 3 નાણાકીંય વર્ષમાં વડોદરા, સુરત, જામનગર, રાજકોટ, ભાવનગર, ભુજ, દીવ, કંડલા કેશોદ, પોરબંદર એરપોર્ટ ખોટમાં હોવાની માહિતી સામે આવી છે. 


3 વર્ષમાં કોને કેટલી ખોટ પડી
વડોદરા એરપોર્ટ 145.10 કરોડ
સુરત એરપોર્ટે 97.24 કરોડ
રાજકોટ એરપોર્ટે  ૬૮ કરોડ
ભાવનગર એરપોર્ટ 27.14 કરોડ
ભુજ એરપોર્ટ 4.15 કરોડ
દીવ એરપોર્ટ 5.73 કરોડ
જામનગર એરપોર્ટ 5.73 કરોડ
કંડલા એરપોર્ટ 2.52 કરોડ
કેશોદ એરપોર્ટ 4.25 કરોડ
પોરબંદર એરપોર્ટ 6.59 કરોડ


ખોટમાં જવાના શું કારણ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના 10 માંથી કંડલા, પોરબંદર, જામનગર એરપોર્ટે જ છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષમાં એક વખત નફો કર્યો છે. આ સિવાયના તમામ એરપોર્ટે ત્રણેય વર્ષમાં ખોટ ખાધી છે. મળતી માહિતી મુજબ ગુજરાતના મોટા ભાગના એરપોર્ટ પર મુસાફર તરફથી ખાસ પ્રતિસાદ મળતો નથી. કેટલાક એરપોર્ટ પર દિવસની માંડ એક અથવા બે જ ફ્લાઈટ આવતી હોય છે. જેના કારણે પણ એરપોર્ટ ખોટમાં જઈ રહ્યા છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા નક્કર આયોજન કરવામાં આવે તો એરપોર્ટને થતી ખોટમાં ચોક્કસ ઘટાડો થઇ શકે. તો બીજી તરફ, કોરોના બાદથી વિદેશી મુસાફરોની સંખ્યા પણ ઘટી છે. જે પણ એક કારણ છે. 


વડોદરા એરપોર્ટને થયેલી ખોટનો આંક ચિંતાજનક છે. કારણ કે તે અમદાવાદ પછીનું બીજા નંબરનું સૌથી વધુ ધમધમતુ એરપોર્ટ છે. વડોદરા ગુજરાતમાં મધ્યમાં આવેલું છે. તેથી અહીંથી દરેક રાજ્યોની કનેક્ટિવિટી એરપોર્ટ તથા રેલવે દ્વારા બહુ જ સારી છે. વડોદરા એરપોર્ટની વાત કરવામાં આવે તો તેને ૨૦૧૯-૨૦માં રૃપિયા ૪૨.૬૬ કરોડ, ૨૦૨૦-૨૧માં રૃપિયા ૫૧.૨૨ કરોડ, ૨૦૨૧-૨૨માં રૃપિયા ૫૧.૨૨ કરોડની ખોટ થઇ હતી. તેથી વડોદરા એરપોર્ટનું ખોટ ખાવું એરપોર્ટ ઓથોરિટીને ચિંતા સતાવે તેવું છે.