Board Exam 2023 : આગામી માર્ચમાં ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા લેવાવાની છે ત્યારે બોર્ડે કેન્દ્રો પર સંચાલકોને હાજર ન રહેવા આદેશ આપ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં યોજાનારી બોર્ડ પરીક્ષાને લઈ પરિપત્ર કર્યો છે. જેને પગલે સંચાલકોને ઝટકો લાગ્યો છે. પોતાની જ સ્કૂલમાં તેઓ પરીક્ષા સમયે હાજર નહીં રહી શકે, પરીક્ષામાં ગેરરિતી અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે. સ્કૂલમાં હાજર સંચાલકો મેળાપિપણાં આચરી કેટલાક છાત્રોને મદદ કતા હોવાના આક્ષેપો બાદ બોર્ડે આ નિર્ણય લેતા હોય છે. એમની હાજરીને પગલે શિક્ષકો પણ આંખ આડા કાન કરતા હોવાની વ્યાપક ફરિયાદો બોર્ડને અગાઉ પણ મળી ચૂકી છે. બોર્ડની પરીક્ષા પારદર્શક રીતે લેવાય એ માટે આ નિર્ણય લેવાયો છે. 
 
સંચાલક-ટ્રસ્ટીને પરીક્ષા કેન્દ્રમાં હાજર ન રહેવા અંગેનો આદેશ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૨૩માં યોજાનાર ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં સંચાલક-ટ્રસ્ટીને પરીક્ષા કેન્દ્રમાં હાજર ન રહેવા અંગેનો આદેશ કરાયો છે. બોર્ડ દ્વારા આ અંગે કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે, બોર્ડની પરીક્ષા દરમિયાન સંચાલક-ટ્રસ્ટીને કોઈ કામગીરી સોંપાતી ન હોવાથી તેમને કેન્દ્રમાં હાજર રહેવાની જરૂર નથી. આ અંગે તમામ ડીઈઓ દ્વારા સ્કૂલોમાં સુચના પહોચતી કરવામાં આવી છે. બોર્ડના અધિકારીઓ પરીક્ષા સમયે ચેકિંગમાં હોય છે. આ સમયે કોર્ સંચાલક હાજર હશે તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : 


ગુજરાતીઓને વિદેશ જવાનો મોહ કેમ, 2022 માં આટલા લોકો ભારત છોડીને અન્ય દેશોમાં વસ્યા


શાળા મંડળના કોઈ ટ્રસ્ટી કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર હાજર રહી શકશે નહી
માધ્યમિક શિક્ષણ ધારા- 1972 અને વિનિયમો અન્વયે જાહેર પરીક્ષાઓમાં ઉપયોગમાં લેવામાં આવતા ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનો ઉપયોગ પરીક્ષા સ્થળ તરીકે બોર્ડની જાહેર પરીક્ષામાં કરવામાં આવે છે. જેથી આચાર્ય, શિક્ષક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને પરીક્ષાની કામગીરી સોંપવામાં આવે છે. જ્યારે સંચાલક મંડળના હોદ્દેદારોને પરીક્ષા દરમિયાન કોઈ કામગીરી સોંપવામાં આવતી નથી. જેથી આગામી તા.૧૪ માર્ચથી ૨૯ મી માર્ચ દરમિયાન યોજાનારી ધોરણ. ૧૦ અને ૧૨ની બોર્ડની બોર્ડે કરેલા પરિપત્રમાં જણાવ્યુ છે પરીક્ષામાં શાળા મંડળના કોઈ ટ્રસ્ટી કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર હાજર રહી શકશે નહી. જેથી બોર્ડની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની અડચણો ના આવે.


આ પણ વાંચો : 


ગુજરાતમાં આ શુ થવા બેઠું છે, સીંગતેલમાં સતત ત્રીજા દિવસે ભાવ વધારો