Government Jobs Big News : બઢતી માટેની ખાતાકીય પરીક્ષા સંદર્ભે આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. જેમાં ખાતાકીય પરીક્ષા ન લેવામાં આવતા અનેક સરકારી કર્મચારીઓને પ્રમોશન નથી મળતાં. આથી સરકારી કર્મચારીઓના પ્રમોશન અટવાયા છે. તેથી ઝડપથી આ પરીક્ષા લેવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. હવે નિયમિત પરીક્ષા લેવોનો નિર્ણય લેવામાં આવ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા બાદ મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી કે, સરકારી નોકરીમાં બઢતી માટેની ખાતાકીય પરીક્ષા સંદર્ભે કેબિનેટમાં ચર્ચા કરી હતી. જેમાં ખાતાકીય પરીક્ષા ન લેવામાં આવતા અનેક કર્મચારીઓને પ્રમોશન નથી મળતાં. આથી આ મુદ્દે ઝડપથી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. હવે નિયમિત પરીક્ષા લેવોનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રમોશન માટે એક પોલિસી બનાવવામાં આવશે. ખાતાકીય પરીક્ષા પાસ કર્યા બાદ કર્મચારીઓને બઢતી મળતી હોય છે. જે ખાતાકીય પરીક્ષાઓમાં મોડું થયું છે ત્યાં ઝડપથી પરીક્ષાઓ લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ભવિષ્યમાં પરીક્ષાઓમાં અનિયમિતતા ન આવે તે માટેની તકેદારી રાખવામા આવશે. 



તો સાથે જ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી મુદ્દે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ. જેમાં નિર્ણય લેવાયો કે, ગુજરાતમાં વિશ્વ માતૃ ભાષા દિવસ પર ભવ્ય કાર્યક્રમ થશે. હાથીની અંબાડી પર ગુજરાતી પુસ્તકોની યાત્રા નીકળશે. માતૃભાષાના ગૌરવની ઉજવણી કરવામાં આવશે. 


સાથે જ ગુજરાત મા તાજેતરમાં તમામ ધર્મસ્થાનોનો વિકાસ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. શક્તિપીઠોના દર્શન થઈ શકે માટે અંબાજી ખાતે ગુજરાતમાં ૧૨ થી ૧૫ તારીખ સુધી ૨૫૦૦ બસો પરિક્રમા અને દર્શન દર્શનાર્થીઓ ફાળવાઈ છે. પાંચ દિવસમાં બે થી અઢી લાખ લોકો યાત્રાનો લાભ લેશે.