પાડોશીના કુકર્મને કારણે સગીરા ગર્ભવતી બની, ગુજરાત હાઈકોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
Gujarat Court Judgement : દુષ્કર્મનો ભોગ બનેલી બનાસકાંઠાની એક સગીરાને ગુજરાત હાઇકોર્ટે તેના પોતાના જોખમે અને શરતે ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે. પાલનપુર સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટના નિષ્ણાતોનો અભિપ્રાય આવ્યો હતો કે, સગીરાને ગર્ભપાતની મંજૂરી અપાય તો બાળક અને માતાને જીવનું જોખમ છે
Minor Girl Rape Case : કેટલીકવાર એવા કેસો સામે આવે છે. જેમાં ભોગ બનનાર પણ કાયમી આ શરમનો ભોગ બનવું પડે છે. આવો જ એક કેસ બનાસકાંઠા જિલ્લામાં સામે આવ્યો છે. જેમાં પાડોશીના કુકર્મને કારણે સગીરા ગર્ભવતી બની ગઈ. હવે આ બાળકને એ જન્મ આપે તો આખી જિંદગી આ બાળકને જોઈ તેના પર થયેલા કુકર્મની તેને યાદ સતત આવતી રહે અને બાળકને પગલે તેનું ભવિષ્ય પણ અંધારામાં રહે. કારણ કે બાળકને કારણે ના તેના લગ્ન થાય કે ના સારું ઘર મળે. સગીરા હોય કે કોઈ પણ હોય બાળક એ બાળક હોય છે, એટલે ગર્ભવતી બન્યા બાદ પણ સગીરાએ આ બાળકને જન્મ ન આપવાનો નિર્ણય લીધો હતો. જેમાં પરિવારે પણ સહમતિ આપતાં આખરે સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આ ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ હોવાથી પરિવારે ન્યાયનો દરવાજો ખટખટાવ્યો હતો. આ કેસમાં કોર્ટે સગીરાના તરફેણમાં ચુકાદો આવ્યો છે.
હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી
આ કેસમાં અનેક અડચણો છતાં દુષ્કર્મનો ભોગ બનેલી બનાસકાંઠાની એક સગીરાને ગુજરાત હાઇકોર્ટે તેના પોતાના જોખમે અને શરતે ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે. પાલનપુર સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટના નિષ્ણાતોનો અભિપ્રાય આવ્યો હતો કે, સગીરાને ગર્ભપાતની મંજૂરી અપાય તો બાળક અને માતાને જીવનું જોખમ છે. જોકે, સગીરાને કોઇપણ સંજોગોમાં ગર્ભપાત કરાવવો જ છે તેવી સતત માગણી કરતાં છેવટે હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી હતી.
આ પણ વાંચો :
પતિના ચારિત્ર્ય પર ખોટા આક્ષેપ કરવા પત્નીની ક્રુરતા : ગુજરાતની ફેમિલી કોર્ટનો ચુકાદો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ફિલ્મે ઢબે 1400 કિલો ચાંદીની લૂંટ, 'તમારી કારમાં દારૂ છે'...
સગીરા બાળકને જન્મ આપવા માંગતી ન હતી
આ કેસની વિગતો ઘણી ચર્ચાસ્પદ છે. બનાસકાંઠા જિલ્લાની એક સગીરા પર પાડોશી દ્વારા દુષ્કર્મ કરાયું હતું, જેથી તે ગર્ભવતી બની હતી. આ કેસમાં આરોપી યુવક સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. આ કેસમાં સગીરાએ ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. અરજદાર તરફથી રજૂઆત કરાઇ હતી કે, તે દુષ્કર્મનો ભોગ બની છે. જેથી કોઇપણ સંજોગોમાં આ બાળકને જન્મ આપવા માંગતી નથી, જેથી તેને ગર્ભપાતની મંજૂરી આપવી જોઇએ.
હાઈકોર્ટે તબીબોનો અભિપ્રાય માંગ્યો
આ પ્રકરણમાં હાઈકોર્ટે તબીબોનો અભિપ્રાય મંગાવ્યો હતો. જોકે, તબીબી અભિપ્રાય સગીરાની તરફેર કરતો ન હતો, પણ હાઇકોર્ટે સગીરાની ગર્ભપાત કરાવવાની માંગણી છેવટે ગાહ્ય રાખી હતી. પરંતુ તેના જોખમે તેણીને ગર્ભપાતની મંજૂરી આપી હતી. સાથે સાથે ભવિષ્યમાં જો કોઇ લિટિગેશન્સ થાય તો, સિવિલ હોસ્પિટલના સંબંધિત તબીબોને કાનૂની રક્ષણ પૂરું પાડતો નિર્દેશ પણ કર્યો હતો. હાઇકોર્ટે સગીરાના ગર્ભપાતની તમામ વ્યવસ્થા કરવા પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને હુકમ કર્યો હતો. જેને પગલે આ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે.
આ પણ વાંચો :
આ દુર્લભ બીમારીમાં મળે છે સીધું મોત, સુરત સિવિલમાં દાખલ થયો દર્દી
શાળામાં આસારામની આરતી ઉતારનાર આચાર્યએ માફી માંગતા કહ્યું કે, મારાથી ભૂલ થઈ ગઈ