Thakor Samaj : આજે જ્યાં જુઓ ત્યાં યંગસ્ટર્સમાં મોબાઈલનું દૂષણ ઘૂસી ગયું છે. યંગસ્ટર્સ કામધંધા છોડીને રીલ્સ-ફોટો લેવામાં વ્યસ્ત હોય છે. આવામા ઠાકોર સમાજે અનોખી પહેલ કરી છે. ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે સમાજ સુધારણા માટે અનોખી પહેલ કરી છે. ઠાકોર સમાજના મોભીઓએ સમાજ સુધારણા માટે 11 પ્રતિજ્ઞા લેવડાવી છે. જેમાં વ્યસન મુક્તિથી લઇને અનેક સમાજલક્ષી નિર્ણયો લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠામાં સદારામ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જમાં ઠાકોર સમાજે 11 મુદ્દા પર અમલનો પ્રસ્તાવ કર્યો છે. ઠાકોર સમાજે ચારેતરફ વ્યાપેલા કુરિવાજો દૂર કરવા પ્રતિજ્ઞા લીધી છે. જેમાં લગ્ન પ્રસંગમાં DJ પર પ્રતિબંધની પ્રતિજ્ઞા લેવાઈ. તો સાથે જ સગાઈ-લગ્નમાં મર્યાદીત સંખ્યાનો કરવાનો અને નાની દીકરીઓને મોબાઈલથી દૂર રાખવા પ્રસ્તાવ કરાયો છે. ઠાકોર સમાજના મેવાસ ગોળે આ ઠરાવ કર્યો છે. જેમાં ભાભર, વાવ, સુઈગામ અને દિયોદર મેવાસ ગોળનો આ નિર્ણય સર્વાનુમતે સ્વીકારાયો છે. 



1 -લગ્ન પ્રસંગમાં DJ ઉપર પ્રતિબંધ
2-લગ્ન પ્રસંગના કાપડ કે ઓઢામણાં ને બદલે રોકડ રૂપિયા આપવા..
3-લગ્ન પ્રસંગમાં દીકરીઓને જીવન જરૂરિયાત વસ્તુ આપવી..
4 -સગાઈ અને લગ્ન પ્રસંગમાં 11 જણે જવું...
5 -લગ્નની જાનમાં 51 જણ મર્યાદામાં જવું..
6 -દરેક ગામ દીઠ કુળ વાઇઝ સમૂહ લગ્નનુંનું આયોજન કરવું..
7 -એક વર્ષ સુધી ગામડે-ગામડે વ્યસન મુક્તિનું અભિયાન ચલાવવામાં આવશે.
8 -કોઈ પ્રસંગ કે સજા માંદામાં સમાચાર લેવા આવતા લોકોની બોલામણા પ્રથા બંધ કરવી..
9 -સગાઈ અને લગ્નના છૂટાછેડામાં જે દોષિત હોય તેને દંડ થાય તેના રૂપિયા સમાજની શૈક્ષણિક સંસ્થાઓ માં આપવા..
10 -કુંવારી દીકરીઓને મોબાઈલથી દુર રાખવી..
11 -ગામડે થી અભ્યાસ જતી દીકરીઓની ગામલોકોએ જાતે જ વાહનની વ્યવસ્થા કરવી..