બોર્ડની પરીક્ષા માટે મોટો નિર્ણય લેવાયો, હવે મોબાઈલ સાથે પકડાયા તો ગયા સમજો...
Board Exam : બોર્ડની પરીક્ષામાં મોબાઈલ સાથે વિદ્યાર્થી પકડાશે તો થશે FIR... માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે તમામ જિલ્લા કલેકટર, પોલીસ વડા અને પોલીસ કમિશનરને લખ્યો પત્ર... આઈટી એક્ટ, સીઆઈપીસી એકટ મુજબ ગુનો નોંધવા પણ સૂચના...
Board Exam 2023 : ગુજરાતમાં જે રીતે સરકારી ભરતીની પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ રહી છે, તે જોતા હવે બોર્ડની પરીક્ષાને લઈને પણ સતકર્તા દાખવવામા આવી રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષામાં ગેરરીતિને લઈને મોટો નિર્ણય લેવાયો છે. જો હવે બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાશે તો સીધી FIR થશે. વિદ્યાર્થી મોબાઈલ સાથે મળે તો તરત જ પોલીસ ફરીયાદ કરવા સૂચના અપાઈ છે. આ અંગે તમામ જિલ્લા કલેકટર, પોલીસ વડા અને પોલીસ કમિશનરને પત્ર લખાયો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પત્ર લખ્યો છે. જેમાં બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ ના થાય અને ગોપનીયતા જળવાય તેના માટે આ પત્ર લખાયો છે. આઈટી એક્ટ, સીઆઈપીસી એક્ટ મુજબ ગુનો નોંધવા પણ સૂચના અપાઈ છે.
બોર્ડની પરીક્ષાને લઇ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જીલ્લા કલેકટર પોલીસ વડા અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. પરીક્ષામા ગેરરીતિ ન થાય અને ગોપનીયતા જળવાય તેના માટે આ પત્ર લખાયો છે. બોર્ડની પરીક્ષા અંગે બોર્ડના કાયદા અને નિયમો અંગેની માહિતીનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જેમાં કોઈ પણ વિદ્યાર્થી મોબાઈલ સાથે મળે તો તરત જ પોલિસ ફરિયાદ કરવા સૂચના અપાઈ છે. તેમજ જ્યા જરૂર જણાય ત્યા બોર્ડના કાયદા ઉપરાંત આઈટી એક્ટ, સીઆઈપીસી એકટ મુજબ ગુનો નોંધવા પણ સુચના અપાઈ છે.
આજથી બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષા
બીજી તરફ, આજથી રાજ્યભરમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઈ છે. શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી પ્રેક્ટિકલ પરિક્ષા 2 માર્ચે પૂર્ણ થશે. રસાયણવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન અને જીવવિજ્ઞાનના વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે. સવાર અને બપોર એમ બે તબક્કામાં પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે. સવારે 10 થી 1 અને બપોરે 2 થી 5 દરમિયાન પ્રેક્ટીકલ પરીક્ષા લેવામાં આવનાર છે. શિક્ષણ બોર્ડ દ્વારા નિયત કરાયેલા જિલ્લા કેન્દ્રો પર પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. પ્રેક્ટીકલ પરીક્ષાના ગુણ પરીક્ષાર્થીઓને ફાળવેલા પરીક્ષાના એસઆઇડી નંબરના આધારે પરીક્ષા કેન્દ્રના સંચાલકો તરફથી ભરવાના રહેશે. ઓનલાઈન ગુણ ભરવા માટેની સૂચનાઓ લોગીન કર્યા બાદ જોઈ શકાશે.