Paperleak Law : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે ભરતી પરીક્ષાઓમાં બનતાં પેપર લીકના કિસ્સાને ડામવા માટે એક બિલ તૈયાર કર્યું છે. આ વિધેયક ગૃહમાંથી પસાર થયા બાદ તેને મંજૂરી મળી જશે તો તે કાયદા તરીકે પ્રસ્થાપિત થઇ જશે. તેના અમલીકરણથી ભવિષ્યમાં પેપરલીકની ઘટના સાથે સંકળાયેલાં વિવિધ તત્ત્વો સામે 3 વર્ષની કડક સજા થશે. આ ગુનો બિનજામીનપાત્ર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેપર લીક સામે કડક કાયદો   


  • પેપર લીક કરનારને 1 કરોડ સુધીનો દંડ થશે. 

  • પેપર લીક કરનારને 10 વર્ષ સુધીની જેલ થશે

  • 1 કરોડનો દંડ ના ભરી શકે તો વધારે સજા થશે

  • પરીક્ષાનો ખર્ચ ભરપાઈ કરવા દોષિતોની મિલકત જપ્ત કરાશે

  • પેપર લીકના તમામ આરોપીઓ સામે બિન જામીનપાત્ર ગુનો નોંધાશે

  • પેપર લીક કેસની તપાસ PIથી નીચેની કક્ષાના અધિકારી નહીં કરી શકે

  • ગેરરીતિ આચરનાર પરીક્ષાર્થીને 3 વર્ષ સુધીની જેલની સજા થશે

  • ગેરરીતિ આચરનાર પરીક્ષાર્થીને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થશે

  • ગેરરીતિ આચરનાર પરીક્ષાર્થી 2 વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે

  • પેપર લીક કરવામાં મદદ કરનારને પણ થશે સજા


પેપર લીક અંગે બની રહેલા કાયદાનું બિલ ધારાસભ્યોને આપ્યું છે. કાયદાનું બિલ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોને આપ્યું છે. ગુજરાત જાહેર પરીક્ષા વિધયેક 2023 સરકાર લાવશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર આ વિધયેક પસાર કરાવશે. પરીક્ષામાં ચોરી કરનારને 3 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. તો સાથે જ 3 વર્ષની સજા સાથે 1 લાખના દંડની જોગવાઈ કરાઈ છે. તો પેપરલીક કરનારને 1 કરોડ સુધીનો દંડ થશે. પેપરલીક કરનારને 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ ને ચોરી કરનાર પરીક્ષાર્થી 2 વર્ષ સુધી નહીં આપી શકે પરીક્ષા.


કાયદા માટે કરાવ્યો હતો સરવે 
વર્ષ 2018 માં LRD, બાદમાં ૨૦૧૯માં બિન સચિવાલય ક્લાર્કનું પપેર લીક થયુ ત્યારે GPSC, પોલીસ ભરતી બોર્ડ, ગૌણ સેવા પસંદગી બોર્ડ, પંચાયત સેવા પસંદગી મંડળ અને વિભાગીય ભરતી માટે રચાતા ટૂંકી મુદ્દતની કમિટી, મંડળોમાં સરકારી અધિકારીઓ, સરકાર દ્વારા રાજકીય સ્તરે નિયુક્ત થતા પદાધિકારીની જવાબદારી નક્કી કરી ફરજમાં બેદરકારી, સામેલગીરી સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠતી રહી છે. નવા કાયદામાં ભરતીની પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી, બિન સરકારી સભ્યોની બેપરવાહી સામે આકરી શિક્ષાની જોગવાઈ દાખલ થશે એમ જાણવા મળ્યું છે. આમ પેપર લીક કૌભાંડમાં કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. અત્યારસુધીના પ્રકરણમાં રેલો ફક્ત પેપર ફોડનારા સુધી અટકી જતો હતો અને મોટા માથાઓ બચી જતો હતો. એટલે નવા કાયદામાં આ પ્રક્રિયા સાથે સામેલ અને સંડોવાયેલા સામે પણ કાયદેસરની તપાસ થશે. 



સરકારે રાજસ્થાન અને યુપીનો સરવે કરાવ્યો હતો


પેપરલીક કાયદો બનાવવા માટે ગુજરાત સરકારે રાજસ્થાન અને યુપી સરકારના કાયદાનો અભ્યાસ કરાવ્યો હતો. 2 રાજ્યોના કાયદાનો અભ્યાસ કરવા માટે ટાસ્ક ફોર્સને સૂચનાઓ અપાઈ હતી. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આ મામલે કડક કાર્યવાહી થાય છે. ત્યારે ગુજરાતમાં પણ હવે પેપરલીક કરનારી ખેર નથી. કાયદો આવા તત્વોને સજા કરશે. 


કાયદો બનાવવાનો ટાસ્ક સોંપાયો હતો
વૈધાનિક અને સંસદિય બાબતો, ગૃહ, કાયદા, સામાન્ય વહિવટ વિભાગના તજજ્ઞોને ટીમને સરકારી, અર્ધસરકારી સંસ્થાઓમાં થતી ભરતીઓ માટેના પ્રશ્નપત્રમાં ગુપ્તતા જાળવવા તેના ભંગ સબબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે નવો કાયદો બનાવવાનો ટાસ્ક સોંપાયો હતો. જે વિધેયક સરકાર વિધાનસભાના સત્રમાં રજૂ કરે તેવી સંભાવના છે. પેપર કૌંભાડમાં સરકારની આબરૂના ધજાગરા થતાં હોવાથી આ મામલે ભૂપેન્દ્ર પટેલ સરકાર કડક હાથે કામગીરી કરવા માગે છે.