Gujarati Language Compulsary : ગુજરાતમાં ગુજરાતી ભાષા નહી ભણાવાતી હોવાની ખુલાસા બાદ હાઈકોર્ટ અને સરકાર પણ બગડી છે. રાજ્ય સરકારે આકરાં પગલાં લેવાના નિર્ણયો લીધા છે. રાજ્ય સરકારે હાઇકોર્ટનું આકરૂં વલણ જોઈને આ નિર્ણય લીધો છે. ગુજરાતના સાહિત્યકારોએ સરકારને રજૂઆત કરી હતી કે, ગુજરાતની શાળાઓ જ રાજ્યમાં ગુજરાતી ભણાવતી નથી. આ મામલો છેક કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં સરકારે ખુલાસા કરવા પડ્યા હતા. આ કેસમાં હવે સરકાર બગડી છે.  પ્રવક્તા મંત્રીએ જાહેરમાં કહ્યું હતું કે સરકારના આદેશ છતાં કેટલીક ખાનગી સ્કૂલો બાળકોને ગુજરાતી ભણાવતી નથી. આવી ફરિયાદો સરકાર સુધી આવી છે. જો આ બાબતને અવગણવામાં આવશે તો સરકાર કડક પગલાં ભરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં પ્રાથમિક સ્કૂલમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા અંગે જાહેર હિતની અરજી થઇ હતી, જેના આધારે ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી હતી. આ અરજીમાં એવો આરોપ હતો કે કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી નથી. ગુજરાતી નહીં ભણાવતી સ્કૂલો સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યાં છે તેવો સવાલ હાઇકોર્ટે કર્યો હતો, જેના જવાબમાં સરકાર વતી કહેવાયું હતું કે, જે સ્કૂલો ગુજરાતી નહીં ભણાવે તેના સંચાલકોને નોટીસ આપી પગલાં લેવાશે. વિશ્વ માતૃભાષા દિનની ઉજવણીની જાહેરાત સમયે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકારના પ્રવક્તા  મંત્રીએ પગલાં લેવાનો ખુલાસો કર્યો હતો.


ગુજરાતમાં સ્કૂલો અને રાજ્યની માતૃભાષા ન ભણાવાનો વિવાદ હવે તુલ પકડી રહ્યો છે. આ મામલે સરકારને પણ ખુલાસા કરવા પડી રહ્યાં છે. બાળકોને ગુજરાતી ન ભણાવી પોતાને સુપર સ્કૂલો ગણાવતી ખાનગી શાળાઓ પર આગામી સમયમાં તવાઈ આવી શકે છે.


છેલ્લી સુનાવણીમાં હાઈકોર્ટના સવાલ પર સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યૂ કરી છે. ગુજરાતી ભાષા ફરજિયાત નહીં ભણાવનાર શાળાઓની NOC રદ્દ કરાશે. રાજ્યની 23 શાળાઓ ગુજરાતી ન ભણાવતી હોવાની અને તેમના વિરુદ્ધ પગલા લેવાયાની હાઈકોર્ટને જાણ કરાઈ છે. 


મહત્વનું છે કે, આગામી 3 ફેબ્રુઆરીએ આ મુદ્દે ફરી સુનાવણી હાથ ધરાશે. હાઇકોર્ટ રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા કે અરજદારે કરેલા સૂચન બાબતે પણ સરકાર નિર્ણય લે. 


અગાઉ સુરતની ત્રણ સ્કૂલમાં ગુજરાતી ભણાવવામાં ન આવતું હોવાનું સામે આવતા જીલ્લા શિક્ષણાધિકારીએ ત્રણેય સ્કૂલોને નોટિસ ફટકારી હતી અને ખુલાસો માંગ્યો હતો. ત્યારે મહત્વનું છે કે શિક્ષણ વિભાગે તમામ શાળામાં ગુજરાતી ફરજિયાત કરવાનો આદેશ આપ્યો હતો.