Paperleak Law : પેપરલીકની વિવિધ ધટનાઓને કારણે ગુજરાત સરકાર પર અનેક માછલા ધોવાયા. ત્યારે હવે સરકારે પેપરલીક પર કાયદો બનાવવાનો નિર્ણય લઈ લીધો છે. ગુજરાતમાં પેપર લીક બાદ નવા બની રહેલા કાયદાનું બિલ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોને અપાયો છે. આ વિધાયકના ઉદ્દેશો પાર પાડવા માટે સત્તા મંડળો અને વિવિધ વિભાગોના વિદ્યામાં કર્મચારી વર્ગ કાર્યો બજાવશે. ત્યારે પેપરલીક કરનારની હવે ગુજરાતમાં ખેર નથી. પેપરલીક કરવા પર કાયદામાં કડકમાં કડક જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ માત્ર પેપર ફોડનારને જ નહિ, પેપર ખરીદનારા અને ચાલુ પરીક્ષામાં ચોરી કરનારાનુ પણ આવી બનશે. નવા વિધેયકમાં પેપર ખરીદનાર અને પરીક્ષામાં ચોરી કરનારાને પણ સજા કરવામા આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેપર લીક અંગે બની રહેલા કાયદાનું બિલ ધારાસભ્યોને આપ્યું છે. કાયદાનું બિલ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોને આપ્યું છે. સરકાર ગુજરાત જાહેર પરીક્ષા વિધયેક 2023 તરીકે લાવશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર આ વિધયેક પસાર કરાવશે. પરીક્ષામાં ચોરી કરનારને 3 વર્ષની સજાની જોગવાઈ પણ રાખવામાં આવી છે, એટલું જ નહીં, 3 વર્ષની સજા સાથે 1 લાખના દંડની જોગવાઈ પણ છે. સરકાર ગુજરાત જાહેર પરીક્ષા વિધયેક 2023 તરીકે લાવશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર આ વિધયેક પસાર કરાવશે. પરીક્ષામાં ચોરી કરનારને 3 વર્ષની સજાની જોગવાઈ પણ રાખવામાં આવી છે, એટલું જ નહીં, 3 વર્ષની સજા સાથે 1 લાખના દંડની જોગવાઈ પણ છે.


આ પણ વાંચો : 


Big Breaking : હવે પેપરલીક પર કાયદો બનશે, લેવાયો મોટો નિર્ણય, લીક કરનારને થશે દંડ


Paper Leak News Live: પેપર ફોડનારને 10 વર્ષની કેદ અને 1 કરોડનો દંડ, નહીં મળે જામીન


પેપરમાં ફોડનારા માટે સજા
પેપર ફોડનારાં ખાનગી તત્ત્વોને 1 કરોડનો દંડ, 10 વર્ષની કડક જેલની સજા. પરીક્ષા સાથે સંકળાયેલી એજન્સી અને સરકારી ઇસમો- ત્રણ વર્ષની કડક સજા, બિનજામીનપાત્ર ગુનો, આજીવન ભરતી પરીક્ષા કે અન્ય સરકારી કામો મળવા પર પ્રતિબંધ.


પેપર ખરીદનારાં ઉમેદવારો માટે સજા
1 લાખનો દંડ, ત્રણ વર્ષની કડક જેલ, બિનજામીનપાત્ર ગુનો, કોઇપણ ભરતી પરીક્ષામાં બેસવા પર કાયમી પ્રતિબંધ.


ભૂકંપમાં પણ તૂટે નહિ તેવી ઈંટ, સુરતના વિદ્યાર્થીઓએ ઈનોવેશનમાં રોલો પાડી દીધો