તેજસ દવે/મહેસાણા: ગુજરાત ટાઈટન્સે આઈપીએલ ટ્રોફી જીત્યા બાદ ચારેબાજુ ક્રિકેટનો જાદુ છવાયો છે. ત્યારે ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર છે. મહેસાણા નગરપાલિકા દ્વારા ક્રિકેટ રસિકો માટે તૈયાર કરાયેલ અદ્યતન સ્ટેડીયમ આગામી બે થી ૩ માસમાં શરૂ થઇ જશે. મહેસાણા નગરપાલિકાએ આ પ્રોજેક્ટ મુક્યો છે. આ સ્ટેડીયમમાં 5 થી 6 હજાર પ્રેક્ષકો બેસી શકે તેટલી કેપીસીટીનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 કરોડની ગુજરાત સરકારની ગ્રાન્ટમાંથી તૈયાર થયેલ આ સ્ટેડીયમ સારામાં સારા ખેલાડીઓ અને સારામાં સારી ટુર્નામેન્ટ તેમજ સીઝન બોલ ટુર્નામેન્ટ થઇ શકે તેવું આયોજન કરાયું છે. ઓછા ખર્ચે સ્ટેડીયમ ચલાવવા માટે એજન્સી નિમાશે. જેમાં માત્ર રૂપિયા 850ના માસિક દરે ખેલાડીઓને ટ્રેનિંગ મળશે અને રમી શકશે. 


અમદાવાદનું મોટેરા સ્ટેડીયમ બાદ ઉત્તર ગુજરાતથી રાજસ્થાન સુધી આવું સ્ટેડિયમ નથી. હાલમાં અમદાવાદના મોટેરા સરદાર પટેલ સ્ટેડીયમ જેવી રૂ. 4.5 કરોડના ખર્ચે લાઈટ અને સાઉન્ડ સિસ્ટમ પણ મહેસાણાના સ્ટેડીયમમાં લગાવાઈ રહી છે. જે સમગ્ર કામગીરી બે થી 3 માસમાં પૂર્ણ થઇ જશે. 


સ્ટેડીયમની બાજુમાં બાસ્કેટ બોલનું ગ્રાઉન્ડ પણ તૈયાર કરાયું છે. ક્રિકેટ અને બાસ્કેટ બોલ માટે સારામાં સારા કોચ રાખવામાં આવશે. આ સ્ટેડિયમમાં નાઈટ ટુર્નામેન્ટ પણ થશે. એટલે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનથી પણ ટીમો અહી રમવા આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube