• કોરોના સામે લડવા માટે આ ગામનુ એકમાત્ર લક્ષ્યાંક છે નિયમોનું પાલન કડક પાલન કરવું

  • ગામના નાગરિક કહે છે કે, બધા જ લોકો પોતાના ઘર સાચવીને બેઠાં છે, નિયમોનું પાલન જાતે થાય છે કોઇને ફરજ પાડી નથી


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના ગામડે ગામડે કોરોના ફેલાઈ ગયો છે. કોરોનાની ત્રીજી લહેર ગુજરાતના દરેક ખૂણે હાહાકાર મચાવી રહી છે. પરંતુ આ વચ્ચે સુખદ અનુભવ કરાવતા કેટલાક કિસ્સા પણ છે. ગુજરાતમાં કેટલાક એવા ગામડા પણ છે, જેઓએ કોરોનાને હરાવ્યો છે. આ ગામડાઓમાં હજી સુધી કોરોનાનો એક પણ કેસ પહોંચ્યો છે. આ માટે ગામના લોકોએ જે ચુસ્ત નિયમોનું પાલન કર્યુ છે તેને બિરદાવવુ પડે. આમાં એક છે ગુજરાતના સરહદ પર આવેલું એક નાનકડુ ગામ રતનગઢ (ratangadh).


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠાના જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલા રતનગઢ ગામમાં આજદિન સુધી કોરોનાનો એકપણ કેસ (corona case) નોંધાયો નથી. કોરોનાના કહેરને ભારતમાં એક વર્ષથી વધુ સમય પસાર થયો, પરંતુ રતનગઢ હજી સુધી સલામત છે. આ માટે કારણભૂત છે ગામ લોકોના કડક નિયમો. 


આ પણ વાંચો : મોરવાહડફનો ગઢ કોણ ફતેહ કરશે? આજે પેટાચૂંટણીની મતગણતરી પર સૌની નજર


નાનકડુ એવુ ખોબા જેવડા ગામમાં લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેથી ગામલોકોની બહાર વધુ અવરજવર થતી નથી. પરંતુ કોરોના સામે લડવા માટે તેમનુ એકમાત્ર લક્ષ્યાંક છે નિયમોનું પાલન કડક પાલન કરવું. ગામના લોકો ગમે ત્યાં જાય તેઓ કોરોનાના નિયમોનું અચૂક પાલન કરે છે. કરિયાણુ ખરીદવા જવાનું હોય કે પછી ખેતરે જવાનુ હોય... માસ્કથી લઈને સેનિટાઈઝેશનના નિયમોને ચુસ્તપણે પાલન કરાય છે. 


આ પણ વાંચો : આ પ્રયોગથી થશે ઓક્સિજનના એક-એક ટીપાનો ઉપયોગ, એક ઓક્સિજનના પુરવઠાથી 4 દર્દીને સારવાર મળે છે


આ માટે ગામ લોકોએ એક સંકલ્પ કર્યો છે કે અમારું ગામ કાયમ કોરોના વાયરસ મુક્ત રહે એટલે અગત્યના કામ વગર લોકો ઘરની બહાર નિકળતા પણ નથી. રતનગઢ ગામમાં લોકોની જાગૃતિ અને ગ્રામ પંચાયતના એકતાના દર્શન થાય છે. ગ્રામજનો કાયદાને માન- સન્માન આપી સરકારની તમામ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરે છે. ગામના એક નાગરિક કહે છે કે, બધા જ લોકો પોતાના ઘર સાચવીને બેઠાં છે એટલે નિયમોનું કડક પાલન જાતે થાય છે કોઇને ફરજ પાડી નથી. તેથી જ અમારુ રતનગઢ કોરોનામુક્ત રહી શક્યુ છે.