Vidhan Sabha: મોસાળમાં મા પીરસનારી હોવાના ભાજપના દાવાનો કેન્દ્ર સરકારે જ ઉડાવ્યો છેદ
વિધાનસભાની (Gujarat Legislative Assembly) પ્રશ્નાવલીમાં તાલાલાના ધારાસભ્ય ભગાભાઇ બારડ દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે (State Government) જણાવ્યું છે
હિતલ પારેખ/ ગાંધીનગર: કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા રાજ્ય સરકારને અછતમાં અને અતિવૃષ્ટિમાં એક પણ રૂપિયાની ફાળવણી કરવામાં આવી નથી. વિધાનસભાની (Gujarat Legislative Assembly) પ્રશ્નાવલીમાં તાલાલાના ધારાસભ્ય ભગાભાઇ બારડ દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે (State Government) જણાવ્યું છે કે અછત (Shortage) માટે વર્ષ 2018 માં પત્ર લખી 1725.25 કરોડ જ્યારે વર્ષ 2019 માં વિવિધ પત્રો દ્વારા કુલ 3370.31 કરોડ રૂપિયાની માંગણી રાજ્ય સરકારે કેન્દ્ર સમક્ષ કરી હતી. આ જ રીતે અતિવૃષ્ટિમાં (Heavy rain) વર્ષ 2020 માં 7239.47 કરોડની માંગણી રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ કરી હતી.
કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા છેલ્લા એક વર્ષમાં અછત માં એનડીઆરએફની (NDRF) હાઈલેવલ કમિટી ની બેઠકમાં 127.60 કરોડની રકમ સાઈ તરીકે ઇન્ડિયા રેફમાંથી કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યની એનડીઆરએફની (State NDRF) જમા રકમ 2355.12 કરોડમાંથી 50% 1177.56 કરોડ થાય છે. હાઈલેવલ કમિટી મંજુર કરવામાં આવી રકમ 127.60 કરોડ, 50% રકમ કરતા ઓછી થતી હોવાથી રાજ્ય સરકારને ખરેખર મળવાપાત્ર રકમ 0 હોવાનો પત્ર કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને લખ્યો હતો. અછત (Shortage) માટે એસડીઆરએફના નિયમ મુજબ રકમ મળવા પાત્ર નહિ હોવાનો કેન્દ્રએ જવાબ આપ્યો હતો. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અતિવૃષ્ટિ (Heavy rain) માટેની માંગ માટેના પત્રનો એક વર્ષ બાદ પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube