ઉદય રંજન/અમદાવાદ : નાણાંની ભીડમાં આવી અને વેપારીઓના ટોર્ચરથી કંટાળી કાપડના વેપારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રિવરફ્રન્ટ પર જઈને ઝેરી દવા પી પર્સ મોબાઈલ મૂકી નદીમાં ઝંપલાવી વેપારીએ આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે સ્યુસાઇડ નોટ મળી આવતા 11 વેપારીઓ સામે ગુનો નોંધીને પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PSI ની પરીક્ષાનું પરિણામ જાહેર, કુલ 4311 ઉમેદવારો ઉતીર્ણ થયા, આ રહી યાદી ક્લિક કરી જાણો...


વ્યાજખોરોના ત્રાસથી તો અનેક લોકોએ આપઘાત કર્યા હોવાની ઘટના બની હશે જો કે વેપારીઓના ત્રાસથી એક વેપારીએ જીવન ટુકાવ્યું હોય તેવો એક બનાવ અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકે નોંધાયો હતો. 11 વેપારીના નામજોગ અંતિમચીઠ્ઠી લખી વેપારીએ મોતને વ્હાલું કર્યું હતું. જેમાં 60 થી 70 ટકા રૂપિયા ચૂકવ્યા છતાંય વેપારીઓના અસહ્ય ત્રાસથી કંટાળી વેપારીએ નદીમાં ઝપલાવી આત્મહત્યા કરતા વેપારીના પુત્રએ આત્મહત્યા માટે દુષપ્રેરણા, મારામારી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


GUJARAT: ગામમાં ગયેલી મોડેલના વસ્ત્રો સરપંચના પતિએ ખેંચી કાઢ્યા અને પછી મોડેલે પણ....


અમદાવાદના વેપારી વિજય જિનગરે સ્યુસાઇડ નોટમાં મુંબઈના અને અમદાવાદના વેપારીઓ રાજેન્દ્ર શરાફ, ગોપાલ, નિલેશ પંચાલ, વિનય અગ્રવાલ, સંજય, દીપક, અસલમ, કમલેશ, ઋષભ, વિક્રમ તથા યશ નામના વેપારીઓ વિરુદ્ધ સ્યુસાઇડ નોટમાં આક્ષેપ કર્યા છે. જેમાં મૃતકને માર મારવો, ગાળો બોલવી, કોરા કાગળો પર સહીઓ કરાવી લેવી ઉપરાંત રૂપિયા ચૂકવ્યા હોવા છતાંય ખોટા કેસો કરવાની સાથે જ માનસિક રીતે ટોર્ચર કર્યા હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે. જે અંગે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube