દિપ્તી સાવંત/અમદાવાદ :ભાજપે લોકસભા ચૂંટણીમાં છપ્પર ફાડકે લીડ સાથે જીત મેળવી છે. 26 બેઠકો પર ભાજપને પ્રચંડ જનમત મળ્યો છે, જે બતાવે છે કે, ગુજરાતમાં હજી પણ મોદીવેવ છે. પણ ગુજરાતમાં નોટા પણ મત મળ્યા છે. ગુજરાતમાં લગભગ 4 લાખ લોકોએ નોટા પર બટન દબાવવાનુ પસંદ કર્યું હતું. ગુજરાતની કુલ 26 બેઠકો પર કુલ 396570 મત નોટામાં પડ્યા હતા. ગુજરાતના મુખ્ય ચાર શહેર અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરત કરતા આદિવાસી વિસ્તારોમાં NOTAમાં વધુ મત પડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોટા એટલે 'None of The Above'. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ પણ પક્ષની પસંદગી ન કરવી હોય, પરંતુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો હોય તો તેના માટે ચૂંટણી પંચ દ્વારા નોટાનો ઓપ્શન આપવામાં આવ્યો છે. ઈવીએમ મશીનમાં NONE OF THE ABOVE એટલે કે NOTAનું ગુલાબી રંગનું બટન હોય છે.


કોંગ્રેસના હારેલા આ ઉમેદવારે કહ્યું, ‘રાહુલ ગાંધી રાજીનામું આપશે તો હું પણ આપીશ રાજીનામુ....’ 


સૌથી વધુ નોટાનો ઉપયોગ ક્યાં થયો
નીચે આપેલા આ આંકડા પર નજર કરીએ તો નીચેની ચાર બેઠકો પર સૌથી વધુ નોટાનો ઉપયોગ થયો છે. પણ મહત્વની વાત તો એ છે કે આ ચારેય બેઠકો આદિવાસી વિસ્તારની છે. જે બતાવે છે કે, આદિવાસીઓએ બંને પક્ષને જાકારો આપ્યો છે. 


  • બારડોલીમાં-22914

  • છોટાઉદેપુર-32868

  • દાહોદ-30987

  • વલસાડમાં 19307  


લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ 'ભાજપ' ના 6 સભ્યો આપશે રાજીનામું !!


સૌથી ઓછો નોટાનો ઉપયોગ ક્યાં


  • સાબરકાંઠા - 6031

  • અમદાવાદ પૂર્વ - 8831

  • પોરબંદર - 7675

  • જામનગર - 7799

  • ભરૂચ - 6321

  • નવસારી - 8878 


મોદીવેવમાં ધોવાઈ ગયા કોંગ્રસના 26 ઉમેદવારો, 8 MLAએ પણ કોંગ્રેસની આશા પર પાણી ફેરવ્યું


નોટાનો ઉપયોગ કરનારા ઘટ્યા 
ગુજરાતમાં યોજાયેલી 2017 વિધાનસભાની ચૂંટણીમાં 5,51,431 મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત જ નોટાનો ઉપયોગ થયો હતો. ચૂંટણીપંચના આંકડા મુજબ ગુજરાતના કુલ મતના 1.8 ટકા વોટ નોટાને મળ્યા છે. તો 2014 લોકસભા ચૂંટણીમાં 4,54,880 મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું. આ બંને આંકડા જોતા કહી શકાય, કે 2019ના ઈલેક્શનમાં નોટાનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ઘટી છે. 


ગુજરાત લોકસભાની ચૂંટણીના લેટેસ્ટ અપડેટ્સ માટે જુઓ LIVE TV