નર્મદા : Sou પ્રોજેક્શન મેપિંગ શો (લેસર શો) અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પ્રવાસીઓ બંને માણી શકશે. પ્રોજેક્શન મેપિંગ શો સાંજે - 6.45 કલાકે અને નર્મદા આરતી સાંજે 7.30 કલાકે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેઓના માર્ગદર્શનમાં જ શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા વારાણસી ખાતેની ગંગા આરતીની માફક ગોરા ખાતે નવરચિત નર્મદા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીની શુભ શરૂઆત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ANAND માં ચકચારી લૂંટનો ભેદ આખરે ઉકેલાયો, બિહારનો સાદીક અલી હતો મુખ્ય ભેજાબાજ


નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતી, સ્તવન અને સ્ત્રોતોના મંત્રોચ્ચાર વચ્ચે સાત પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત પધ્ધતિથી આરતી કરવામાં આવશે. જેમાં મહા આરતી, નાગ આરતી અને કપૂર આરતીની સમાવેશ થાય છે. મંત્રોચ્ચાર અને શંખધ્વનિ સાથેની આરતીમાં અલૌકિક ધાર્મિક આસ્થાનું વાતાવરણ સર્જાશે. ઘાટ ઉપર સુંદર મનોરમ્ય લાઈટિંગ પણ કરવામાં આવેલ છે. હાલ બંને આકર્ષણોનો સમય એક હોવાથી પ્રવાસીઓને લાભ મળે તે હેતુસર sou પ્રોજેક્શન મેપિંગ શો ( લેસર શો ) અને નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.


GUJARAT માં કોરોનાનો કહેર: અમદાવાદના આ વિસ્તારમાં ગયા તો કોરોનાથી કોઇ નહી બચાવી શકે


તે મુજબ sou પ્રોજેક્શન મેપિંગ શો જે હાલમાં સાંજે 7.00 કલાકે યોજાય છે તેના બદલે સાંજે 6.45 કલાકે યોજવામાં આવશે.નર્મદા મહાઆરતી જેનો હાલનો સાંજે 7.00 કલાકે રાખવામાં આવેલ છે તેના બદલે સાંજે 7.30 કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેથી લેસર શૉ જોયા પછી પ્રવાસીઓ મહા આરતી માં પણ ભાગ લઈ શકશે. લેસર શો સાંજે 7.15 કલાકે પૂર્ણ થશે અને તુરંત સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નં -૫ અને ૬  થી તેમજ હેલિપેડ ગ્રાઉન્ડ( જંગલ સફારીની સામે ) નર્મદા ઘાટ સુધી જવા બસ સેવા ઉપલબ્ધ થશે. 


CM ની સિવિલમાં સરપ્રાઇઝ વિઝિટ: આરોગ્યમંત્રીની ગેરહાજરી ઉડીને આંખે વળગી


તેમજ મહાઆરતી પૂર્ણ થયેથી વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા ગોરાથી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારું આયોજન કરવામાં આવેલ છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને ઉપરોકત સેવા અને આકર્ષણનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube