Surat News સુરત : ગુરુવારે સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. અડાજણ ખાતે કુલ રૂ. ૭૭.૦૮ કરોડના ખર્ચે 'પીએમ આવાસ યોજના'ના EWS આવાસનું લોકાર્પણ કરાયું હતુ. ત્યારે મહાનગર પાલિકાના આવાસ ડ્રો કાર્યક્રમમાં ગેરહાજર ભાજપના 55 કોર્પોરેટરો પાસેથી ગેરહાજરીનો ખુલાસો માંગવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને આયોજીત કાર્યક્રમમાં હાજર નહીં રહેલા કોર્પોરેટરો પાસે પાર્ટીએ ખુલાસો માંગ્યો છે. તમામના જવાબો પાર્ટી પ્રમુખને સોંપી દેવાશે. શાસક પક્ષ નેતાએ તમામ કોર્પોરેટર પાસે જવાબ માંગ્યો છે. કોર્પોરેટરોએ જવાબ લખાવવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. અડાજણ ખાતે કુલ રૂ. ૭૭.૦૮ કરોડના ખર્ચે 'પીએમ આવાસ યોજના'ના EWS આવાસ નું લોકાર્પણ કરાયું. EVS -૫૪ અને EWS-૫૧ના કુલ ૭૪૪ આવાસો પૈકી ૩૯૦ આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયો હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ના હસ્તે ડ્રો કરવામાં આવ્યો હતો. આ સાથે ગુજરાત રાજ્યના મંત્રી મુકેશ પટેલ અને પ્રફુલભાઇ અને પાલિકાના સ્થનિક નેતાઓ હાજર રહ્યા હતા. કુલ 327 આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો.


ધરતીમાંથી મળ્યો તબાહીનો સંકેત, 9 દિવસથી પેટાળમાંથી આવતા અવાજનું રહસ્ય ખૂલ્યું


જોકે, કાર્યક્રમમાં સુરત ભાજપના અડધોઅડધ કોર્પોરેટરની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી. સુરત પાલિકાની 120 બેઠક છે. જેમાંથી ભાજપના 108 કોર્પોરેટર છે. તેમાંથી 55 એટલે કે અડધોઅડધ કોર્પોરેટર કાર્યક્રમમાં દેખાયા ન હતી. જેની પાર્ટી દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. 


કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે કાર્યક્રમમાં કહ્યું હતું કે, 16 મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1200 જેટલા પ્રધાનમંત્રી આવાસના ગુજરાતના અલગ અલગ વિસ્તારના આવસોનું મકાનનું લોકાર્પણ કરશે. એ પહેલા સુરતના પણ 390 મકાન તૈયાર છે નજીકના ભવિષ્યમાં પણ વિજય પ્રોજેક્ટ ખૂબ જ આકાર લઈ રહ્યો છે. આવા 390 લોકોને મકાનના ડ્રો કરીને તમારા બધાની હાજરીમાં બિલકુલ વ્યાજબી ભાવે અને તટસ્થ મહાનગરપાલિકા જે રીતે આ મકાનો જે રીતે ફાળવો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું છે કે દરેક વ્યક્તિને પોતાનું ઘર પ્રાપ્ત થાય. વ્યાપારી, નાની બચત કરી  ભવિષ્યમાં પોતાનું મકાન બને સપના જોતું હોય છે. પરંતુ જે રીતે જમીનની કિંમત વધે છે બાંધકામના મકાનોના સમાનની કિંમત વધે છે. એના કારણે એનું સફળ સપનો એના બચતના આધાર અને પૂરો થઈ શક્તું નથી. અમે એક મીટીંગ હતા જેમાં પ્રધાનમંત્રી મોદીએ હાકલ કરી. મોદીસાહેબે કહ્યું બધા પોતાના શહેરને સ્વચ્છતામાં પ્રથમ ક્રમે લાવો. બધા એક બીજાનું મોઢું જોતાં હતા ત્યારે મેં એમનું બધાનું મોઢું જોયું. કોઈના માં તાકાત નહિ હતી પણ મે મારા શહરને પ્રથમ ક્રમ અપાવ્યો. 


ભાજપનું પાટિયું હટે તો કોઈ તમને ઓળખશે પણ નહીં : ધારાસભ્યની ખુલ્લેઆમ ધમકી