હવે CORONA અને મ્યુકોરમાઇકોસીસ કરતા પણ ખતરનાક રોગ, આખુ જીવન રિબાઇ રિબાઇને રહેવું પડે છે
* કોરોના બાદ એક પછી એક નવા અને વિચિત્ર રોગો આવી રહ્યા છે સામે
* ગુજરાત સરકાર દ્વારા આ રોગ અંગે તમામ હોસ્પિટલોને એલર્ટ અપાયું
* જીબીએસ નામનો રોગ લાગુ પડતા વ્યક્તિને પેરાલિસિસ પણ થઇ શકે છે
અતુલ તિવારી/અમદાવાદ : છેલ્લાં એક વર્ષથી કોરોનાનો હાહાકાર સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયો છે. જો કે કોરોના બાદ એક પછી એક નવા નવા અને વિચિત્ર પ્રકારનાં રોગ સામે આવી રહ્યા છે. મ્યુકોરમાઈકોસીસ બાદ હવે વધારે એક વિચિત્ર રોગ સામે આવ્યો છે. GBS નામનો આ રોગ કોરોના અને મ્યુકોરમાઇકોસીસ કરતા પણ વધારે ખતરનાક છે. કોરોનામાં મૃત્યુ દર 2 ટકા હતો, મ્યુકોરમાઇકોસીસમાં 50 ટકા છે. એક વખત આ ફંગસ આંખની પાછળથી ફેલાઈ મગજ સુધી પહોંચ્યું તો દર્દીને બચાવવું અશક્ય છે. તબીબ કહે છે કે, મ્યુકોરમાઇકોસીસના એક દિવસમાં અમે એક દર્દીને ઓપરેટ કરી શકીએ છીએ. તરત એ જ ઓપરેશન થિયેટરમાં બીજા દર્દીને લઈ શક્તા નથી. નાક ભરેલું લાગે અથવા આંખોમાં ઝાંખપ આવે એટલે તાત્કાલિક ડોકટરનો સંપર્ક હિતાવહ છે. આઇબોલ બહાર આવી જતો હોય તેવું પણ જોવા મળ્યું છે એટલે જો દર્દી 24 કે 48 કલાકમાં સારવાર માટે આવે છે તો તેની આંખો બચી શકે છે.
Gujarat Corona Update: નવા 988 કોરોના દર્દી, 1209 સાજા થયા, 07 દર્દીઓનાં કોરોનાને કારણે મોત
જો કે હવે રાજ્યમાં મ્યુકોરમાઇકોસીસ બાદ હવે GBS ના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. GBS એટલે ગુલિયન બારે સિન્ડ્રોમ કે જેના એકાદ કેસો જોવા મળતા હતા તેના કેસોની સંખ્યા અચાનક વધવા લાગી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં GBS ના 10 કેસ નોંધાયા છે. અમદાવાદ સહિત રાજ્યની કેટલીક ખાનગી હોસ્પિટલમાં પણ GBS ના દર્દીઓ જોવા મળી રહ્યા છે. જો કે કેટલાક અભ્યાસ મુજબ GBS ના દર્દીઓ કોરોનાને કારણે વધ્યા હોય તેવું કહેવું યોગ્ય નથી.
અહો વૈચિત્રમ! 2 પોલીસ ફરિયાદ એકમાં પતિ ખૂબ સેક્સ કરવાની બીજામાં પતિ સેક્સ જ નહી કરતો હોવાની ફરિયાદ
શું છે GBS રોગોના લક્ષણો?
* GBS માં સ્નાયુઓ તીવ્ર ગતિથી નબળા પડે છે, જેમાં વ્યક્તિમાં ચેપ સામે લડવાની સિસ્ટમ નબળી પડે છે જેની અસર ચેતાતંતુઓ પર પડે છે
* બેક્ટેરિયલ અથવા વાયરસના ચેપથી વ્યક્તિ GBS નો શિકાર બને છે
* GBS માં સૌપ્રથમ પગમાં નબળાઈ અનુભવાય છે ત્યારબાદ તેની અસર હાથ અને ચહેરા સુધી જોવા મળે છે
* હાથ અને પગમાં ઝણઝણાટી થવી અથવા ખાલી ચઢવી, હાથ, પગ અને પીઠમાં અસહ્ય પીડા એ GBS ના લક્ષણો છે
* GBS એ વ્યક્તિને પેરાલિસિસનો શિકાર બનાવે છે
* થોડા અઠવાડિયા સુધી GBS ની યોગ્ય સારવાર લઈ દર્દી સાજો થઈ શકે છે, ત્યારબાદ દર્દીના સ્નાયુમાં નબળાઈ રહેતી નથી
* GBS ની સમયસર યોગ્ય સારવારથી વ્યક્તિને બચાવી શકાય છે, જેના કારણે મૃત્યુદર નહીંવત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube