ગુજરાતમાં નકલીના ખેલનો જમાનો, હવે સુરતમાંથી ઝડપાઈ નકલી દારૂ બનાવતી ફેક્ટરી
ગુજરાતમાંથી એક બાદ એક નકલી વસ્તુઓ ઝડપાઈ રહી છે. નકલી મસાલા, નકલી ખાવાપીવાની વસ્તુ, નકલી પોલીસ પરંતુ હવે નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે.
સંદીપ વસાવા, સુરતઃ છેલ્લા થોડાક મહિનાથી સુરતમાં નકલીનો ખેલ ખુબ વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે...નકલી પોલીસ, નકલી કલેક્ટર, નકલી મસાલા અને હવે નકલી દારૂનો પોલીસે પર્દાફાશ કર્યો છે...કામરેજ વિસ્તારના માંકણા ગામમાંથી પોલીસે નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે...સાથે જ પોલીસે 5 આરોપીને દબોચી લીધા છે...આરોપીઓ કોણ છે, તેઓ કેવી રીતે ઝડપાયા, તેમના પાસેથી કેટલો મુદ્દામાલ કબજે કરાયો, જોઈએ આ રિપોર્ટમાં...
સુરતમાં નકલી અધિકારી, નકલી કચેરી અને નકલી ખાદ્ય વસ્તુઓનો દૌર વધ્યો છે...નકલી મસાલા બાદ કામરેજના માંકણા ગામમાંથી પોલીસે નકલી દારૂ બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી છે...પોલીસે આ મામલે 14 લાખથી વધુના મુદ્દામાલ સાથે 5 શખ્સોને જેલ હવાલે કરી દીધા છે...ઝડપાયેલા આરોપીઓ કોણ છે, જોઈએ...
પહેલા અને મુખ્ય આરોપીનું નામ છે શક્તિસિંહ ચુંડાવત, જેની ઉંમર છે 20 વર્ષ...આ આરોપી મૂળ રાજસ્થાનના ભીલવાડાનો છે...જે હાલ સુરતના કામરેજમાં રહે છે.. બીજા આરોપીનું નામ છે લોકેશસિંહ ચુંડાવત, જેની ઉંમર છે 24 વર્ષ...આ આરોપી શક્તિસિંહનો ભાઈ છે...તે મૂળ રાજસ્થાનના ભીલવાડાનો છે...અને હાલ સુરતના કામરેજમાં રહે છે...
આ પણ વાંચોઃ ગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કાર
ત્રીજા આરોપીનું નામ છે હાર્દિક મૈસુરીયા, જેની ઉંમર છે 28 વર્ષ...આ આરોપી કામરેજના ગૌચર ફળીયાનો રહેવાસી છે. ચોથા આરોપીનું નામ છે મિતેશ અગ્રવાલ, જેની ઉંમર છે 29 વર્ષ...આ આરોપી કામરેજના વાંસદારૂઢીનો રહેવાસી છે. પાંચમા આરોપીનું નામ છે નઈમ મુલ્તાની, જેની ઉંમર છે 23 વર્ષ...આ આરોપી સુરતના પંચોલીવાડનો રહેવાસી છે...
કામરેજ પોલીસે બાતમીના આધારે ઓમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના વિભાગ-2ના એક મકાનમાં દરોડા પાડ્યા હતા...જ્યાંથી પોલીસે નકલી દારૂ બનાવતા આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા...પોલીસે શક્તિસિંહ ચુંડાવત નામના મુખ્ય આરોપીને પણ ઝડપી પાડ્યો હતો...જે રાજસ્થાનથી કાચના ભંગાર અને કેમિકલની આડમાં દારૂ બનાવવાનું મિશ્રણ લાવતો હતો...શક્તિસિંહે દારૂ બનાવવા 4 લોકોને પણ રાખ્યા હતા, જેઓ નકલી દારૂ બનાવી, તેને કાચની બોટલોમાં ભરતા અને તેમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર લગાવતા...
પોલીસે ઘટના સ્થળેથી મોટી માત્રમાં તૈયાર કરેલી દારૂની બોટલો, તૈયાર બનાવેલું મિશ્રણ, ખાલી બોટલો પેકિંગની સામગ્રી, એક ટેમ્પો,એક રીક્ષા, એક કાર તેમજ મોબાઈલ અને રોકડ રકમ મળી 14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે...હાલ તો પોલીસે 5 આરોપીને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...બીજી તરફ પોલીસે રાજસ્થાનથી ટ્રાન્સપોર્ટમાં દારૂનું મિશ્રણ મોકલનાર મહાદેવ ગુજ્જર અને સુરતના અકબર નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.