અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદ તથા બહારથી અહીં ફરવા આવતા લોકો રિવરફ્રંટની મુલાકાત ચોક્કસ લેતા હોય છે. આ રિવરફ્રંટ પર અટલ બ્રિજ પણ આવેલો છે. રજાઓના દિવસોમાં ત્યાં ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે લોકોને વાહન પાર્કિંગ કરવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. પરંતુ હવે રિવરફ્રંટના મુલાકાતીઓ માટે સારા સમાચાર આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિવરફ્રંટનાં મુલાકાતીઓ માટે સારા સમાચાર 
રિવરફ્રંટની મુલાકાતે આવતા મુલાકાતીઓને હવે એએમટીએસની સુવિધા મળશે. આગામી પાંચ જૂનથી રિવરફ્રંટના માર્ગો પર એએમટીએસ બસ સેવા શરૂ થશે. એએમટીએસ દ્વારા મીની એસી બસ દોડાવવામાં આવશે. આ બસ વાસણા ટર્મિનલથી ઉપડી વાડજ ટર્મિનલ જશે. 


આ પણ વાંચોઃ ગુજરાતની એક નગરપાલિકાએ ચૂપચાપ વધારી દીધો વેરો, ડબલ બિલ જોઈને ગભરાયા નાગરિકો


લોકોને થશે ફાયદો
એએમટીએસ બસ દ્વારા લોકો સીધા રિવરફ્રંટ જશે. આ બસ સેવા વાસણા ટર્મિનલથી ઉપડી વાડજ ટર્મિનલ જશે. આંબેડકર બ્રિજથી રિવરફ્રંટ રૂટ પર બસ જશે અને ચંદ્રભાગાથી બસ બહાર નિકળશે. આ બસનો કુલ રૂટ 10 કિલોમીટરનો રહેશે. હવે રિવરફ્રંટની મુલાકાતે આવતા લોકોએ બસની સુવિધા મળતા ચાલવું પડશે નહીં.